GSTV
India News Trending

આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પી ચિદમ્બરમ ૨૪ ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં

દિલ્હીની કોર્ટે આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ નાણા પ્રાધાન પી ચિદમ્બરમને ૨૪ ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. સ્પેશિયલ જજ અજયકુમાર કુહારે ઇડીને ચિદમ્બરમની સાત દિવસ સુધી પૂછપરછ કરવાની પરવાનગી આપી છે.

કોર્ટે ચિદમ્બરમની આ માંગને આપી મંજૂરી

જો કે કોર્ટે અલગ સેલ, ઘરમાં રાંધેલુ ભોજન, વેસ્ટર્ન ટોઇલેટ, દવાઓ, ચશ્મા તથા દરરોજ દોઢ કલાક પરિવારજનો અને વકીલો સાથે મુલાકાતની ચિદમ્બરમની માગને મંજૂરી આપી છે.

દર 48 કલાકે મેડિકલ તપાસના આદેશ

આ ઉપરાંત કોર્ટે દર ૪૮ કલાકે ચિદમ્બરમની મેડિકલ તપાસ કરાવવાનો પણ ઇડીને આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં ગઇકાલે તિહાર જેલમાંથી ચિદમ્બરમની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસની કસ્ટોડિયલ પૂછપરછની માગ કરી હતી. જે અંગે કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો અને ચિદમ્બરમને સાત દિવસ માટે ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.

Read Also

Related posts

બિહારના CM નીતિશ કુમારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ સુરતમાંથી પકડાયો, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે દબોચ્યો

Kaushal Pancholi

વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર

pratikshah

તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી

Padma Patel
GSTV