GSTV

ચિદંબરમના બહાને અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી છે મોદી સરકાર : કોંગ્રેસનો આક્ષેપ

Last Updated on August 22, 2019 by Bansari

કોંગ્રસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીની બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી. ત્યારે તેમના બચાવમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. ચિદમ્બરમની ધરપકડ અંગે કોંગ્રેસે લોકશાહીની ધોળે દિવસે હત્યા થઈ હોવાનું ગણાવ્યું. સાથે જ ચિદમ્બરમની ધરપકડ બદલાની કાર્યવાહી રૂપે થઈ હોવાનુ જણાવી, તપાસ એજન્સી પાસે કોઈ પુરાવા ન હોવાનો આક્ષેપ કર્યા. સાથે જ એક હત્યાના કેસના આરોપીના નિવેદન પર આ કાર્યવાહી થઈ હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યા છે.

કોંગ્રેસ તરફથી રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે ગત 2 દિવસથી ભારત આ વાતનું સાક્ષી બન્યું છે કે કઇ રીતે ધોળા દિવસે લોકશાહીની હત્યા કરવામાં આવી અને સરકારે સીબીઆઇ અને ઇડીનો ઉપયોગ કરતાં રાજકીય બદલો લેવાનો પ્રયાસ કર્યો. ચિદંબરમ વિરુદ્ધ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી તે રાજકીય બદલો દર્શાવે છે.

અમે ચિદંબરમની સાથે

કોંગ્રેસ નેતા રણદીપે ચિદંબરમની સાથે હોવાની વાત કરતાં કહ્યું કે અમે ચિદંબરમની સાથે ઉભા છીએ. ચિદંબરમ પર થઇ રહેલી કાર્યવાહી રાજકીય બદલા સિવાય બીજુ કંઇ નથી. આપણે જોઇ રહ્યા છીએ કે દેશનું અર્થતંત્ર ચોંકાવનારુ થઇ ગયું છે. ઇન્ડસ્ટ્રીઝ બંધ થઇ રહી છે અને લોકો નોકરીઓ ગુમાવી રહ્યાં છે. લોકોનું ધ્યાન આ મુદ્દા પરથી હટાવાનો પ્રયાસ થઇ રહ્યાં છે.

તેમણે કહ્યું કે મોદી સરકાર અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે ચિદંબરમ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. દિકરીની હત્યાના આરોપીને સરકારી સાક્ષી બનાવીને કેસ ઉભો કરવામાં આવ્યો.

સુરજેવાલાએ પી ચિદંબરમનો બચાવ કરતાં કહ્યું કે તે દેશના સન્માનિત અર્થશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ છે. સુપ્રીમ કોર્ટમાં વકીલ રહ્યાં છે. તેમણે તપાસ દરમિયાન કંઇ પણ છુપાવ્યું નથી. બીજેપી સરકાર તરફથી દુશ્મનીનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પુરાવા સાથે ચેડા થયા હોવાના કોઇ પુરાવા નથી. જે લોકો પર અપરાધ કરવાનો આરોપ છે તે સુરક્ષા સાથે સ્વતંત્ર ફરી રહ્યાં છે. જે શખ્સે 40 વર્ષ સુધી દેશની સેવા કરી છે તેના આજે કાયદાથી ભાગનાર સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

તેમણે વધુમામ જણાવ્યું કે કાર્તિ ચિદંબરમના નિવાસસ્થાને 4 વાર દરોડા પાડવામાં આવ્યા અને તેમને જેલ ભેગા પણ કરવામાં આવ્યાં. હવે તે જામીન પર બહાર છે. કાર્તિએ તપાસ એજન્સીઓ સાથે 20 વાર સહયોગ સાધ્યો અને જ્યારે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું તો તેઓ હાજર પણ રહ્યા.

Read Also

Related posts

રશિયા vs અમેરિકા/ વિવાદે લીધો નવો વળાંક, યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકા પર વરસ્યા

GSTV Web Desk

ગુજરાત ભરમાં હોબાળા : ધંધૂકા, રાધનપુર બાદ આજે રાજકોટમાં ધંધૂકાવાળી થતાં રહી ગઈ, પોલીસતંત્ર રહે એલર્ટ

GSTV Web Desk

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!