GSTV

INX મીડિયા કેસ: EDનાં તપાસ અધિકારી રાકેશ આહૂજાની બદલી, ટ્રાન્સફરનું કારણ અકબંધ

સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા INX મીડિયા કેસની તપાસ કરી રહેલી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાં તપાસ અધિકારી રાકેશ આહૂજાની બદલી કરવામાં આવી છે. રાકેશ આહૂજાને EDની બહાર ફરી દિલ્હી પોલીસમાં મોકલી દેવાયા છે. તેમની બદલી બાદ INX મીડિયા મામલાની જવાબદારી હવે કોઈ નવા તપાસ અધિકારીને સોંપવામાં આવશે.

તપાસ અધિકારી રાકેશ આહૂજા આ મામલાની તપાસમાં શરૂઆતથી જ જોડાયેલા છે. તેઓ EDના સહાયક નિર્દેશક પદ પર હતા. અચાનક જ તેમની ટ્રાન્સફર શા માટે કરવામાં આવી તેની જાણકારી મળી શકી નથી.

આ પહેલા કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમની CBIએ લગભગ 3 કલાકથી વધારે પુછપરછ કરી. આ દરમિયાન અધિકારીઓએ INX મીડિયા કેસને લઈને ઘણાં સવાલો પુછ્યા. જો કે, CBIના સુત્રો જણાવે છે કે, ચિદમ્બરમ તપાસમાં સહયોગ કરી રહ્યાં નથી. જો કે આજે ચિદમ્બરમને સીબીઆઇ કોર્ટે 26 તારીખ સુધીનાં રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

READ ALSO

Related posts

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi

‘Corona બિમારી નહીં અલ્લાહનો શ્રાપ છે’ આમ કહીં વ્યક્તિએ ચલણી નોટો પર થુકીને નાક લુછ્યુ

Arohi

અમદાવાદની આ સોસાયટીના સભ્યો ઘરની બહાર ન નીકળે એટલે દરવાજે પતરા લગાવી પ્રવેશ કરાયો બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!