GSTV
India News Trending

આઇએનએક્સ મીડિયા કેસ : કોર્ટે ઇન્દ્રાણી મુખરજીને સાક્ષી બનવાની મંજૂરી આપી

સીબીઆઇની એક સ્પેશિયલ કોર્ટે ગુરૂવારે ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સાથે સંબંધિત આઇએનએક્સ મીડિયા કેસ મામલે ઇન્દ્રાણી મુખરજીને સાક્ષી બનવાની મંજૂરી આપી છે. આ મામલે અગામી સુનાવણી 11મી જુલાઇએ થશે. પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં હાલ ઇન્દ્રાણી જેલમાં સજા ભોગવી રહી છે. સાક્ષી બનવા અંગેની ઇન્દ્રાણીની અરજીને સીબીઆઇએ સમર્થન આપ્યું હતું અને દલીલ કરી હતી કે તેનાથી પુરાવા વધુ મજબૂત બનશે.

ત્યારબાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે ઇન્દ્રાણી મુખરજીને સવાલ કર્યો હતો કે શું તેમના પર કોઇ દબાણ છે. જો કે ઇન્દ્રાણીએ તેના પર કોઇપણ દબાણ હોવાનો ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ સ્વેચ્છાથી સાક્ષી બનવા માગે છે. રૂપિયા 305 કરોડના કૌભાંડના આ કેસમાં ઇન્દ્રાણી સિવાય ચિદમ્બરમ, તેના પુત્ર કાર્તિનું નામ પણ સામેલ છે.

READ ALSO

Related posts

તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી

Padma Patel

શું તમે પણ ડિપ્રેશનમાં છો? શરીરમાં જોવા મળતા આ લક્ષણો છે આ રોગના સંકેતો

Hina Vaja

Flipkart લાવ્યું બમ્પર Offer! અડધી કિંમતમાં મળી રહ્યો છે Samsung Galaxy S23, ધક્કા-મુક્કી કરીને ખરીદી રહ્યા છે લોકો

Siddhi Sheth
GSTV