GSTV
India News Trending

આઇએનએક્સ મીડિયા કેસ : શા માટે ચિદમ્બરમે કોર્ટને કહ્યું કે મને નજરબંધ રાખવામાં આવે

આઇએનએક્સ મીડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમને જામીન માટે સંબંધિત કોર્ટમાં અરજી કરવા જણાવ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમ્યાન ચિદમ્બરમે કોર્ટ સમક્ષ જણાવ્યું કે તેમની ઉંમર 74 વર્ષ છે. આથી તેમને નજરબંધ કરવામાં આવે. જો કે કોર્ટે તેમને કહ્યું કે તમને તિહાડ જેલ નહીં મોકલવામાં આવે. કોર્ટે 20 ઓગસ્ટે તેમના આગોતરા જામીનની અરજી નકારી દીધી હતી. જે બાદ ચિદમ્બરમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા 2 સપ્ટેમ્બર સુધી કસ્ટડી આપવામાં આવી હતી.

આ પહેલાં ચિદમ્બરમના વકીલે જજ અજય કુમારને જણાવ્યું કે સીબીઆઈ ઓફિસર ત્રણ ફાઈલ વાંરવાર બતાવી રહ્યા છે. તેમની પાસે મનિ લોન્ડરિંગ સાથે જોડાયેલા કોઈ દસ્તાવેજી પુરાવા નથી. બીજી તરફ ઇડી તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ આઈએનએક્સ મીડિયા કેસમાં પૂછપરછ સાથે જોડાયેલા દસ્તાવેજ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટની બેન્ચને સોંપી દીધા છે.

READ ALSO

Related posts

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન

Hina Vaja

હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ

Hina Vaja

દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ

Siddhi Sheth
GSTV