GSTV
India News Trending

આઈએનએક્સ મીડિયા મામલે પી. ચિદમ્બરમ અને તેના પુત્રની વધી શકે છે મુશ્કેલી

આઈએનએક્સ મીડિયા મામલે તપાસ કરી રહેલી તપાસ એજન્સી સીબીઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈની ચાર્જશીટથી પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બર અને પીટર મુખર્જીની મુશ્કેલી વધવાની છે. ચાર્જશીટમાં કુલ ૧૪ આરોપીઓના નામ સામેલ છે. જેમા પી. ચિદમ્બરમ પણ બાકાત નથી. ચાર્જશીટમાં નાણા મંત્રાલયના ચાર પૂર્વ અધિકારી, કાર્તિ ચિદમ્બરમ, ASCL અને ચેસ મેનેજમેન્ટનું નાણ પણ સામેલ છે.

ચિદમ્બરમ આ કેસમાં તિહાડ જેલમાં બંધ છે. આ પહેલા ઈડીએ ચિદમ્બરમની તિહાડ જેલમાં પૂછપરછ કરી હતી. અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ચિદમ્બરમ પર આરોપ છે કે, 2007માં નાણા પ્રધાન પદે રહીને આઈએનએક્સ મીડિયાને ફાયદો કરાવવા માટે કેટલીક મંજૂરી આપી હતી. આ મંજૂરી આપવામાં એફઆઈપીબીની મંજૂરી પણ નહોતી લેવામાં આવી. જે બાદ 2017માં ચિદમ્બરમ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો. જેથી તેઓ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.

READ ALSO

Related posts

Video/ હવે ચંદ્ર પર મળશે પાણી! NASAએ આગલા મિશન માટે તૈયાર કર્યો મેપ

Siddhi Sheth

મહેસાણા/ ડ્રોનથી દવા છંટકાવના લાખોના બિલ ચૂકવણી મુદ્દે વિવાદ સર્જાયો , જાણો શું છે કારણ

pratikshah

ટ્રેપડોર સ્પાઈડર / ઓસ્ટ્રેલિયામાં મળી આવી સ્પાઈડરની દુર્લભ પ્રજાતિ

Padma Patel
GSTV