GSTV
Home » News » INX મીડિયા કેસ, પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરની મુશ્કેલીમાં થયો વધારો

INX મીડિયા કેસ, પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરની મુશ્કેલીમાં થયો વધારો

આઈએનએક્સ મીડિયા મામલે તપાસ કરી રહેલી તપાસ એજન્સી સીબીઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી.. સીબીઆઈની ચાર્જશીટથી પૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બર અને પીટર મુખર્જીની મુશ્કેલી વધવાની છે. ચાર્જશીટમાં કુલ ૧૪ આરોપીઓના નામ સામેલ છે. જેમા પી. ચિદમ્બરમ પણ બાકાત નથી.

ચાર્જશીટમાં નાણા મંત્રાલયના ચાર પૂર્વ અધિકારી, કાર્તિ ચિદમ્બરમ, ASCL અને ચેસ મેનેજમેન્ટનું નાણ પણ સામેલ છે. ચિદમ્બરમ આ કેસમાં તિહાડ જેલમાં બંધ છે.આ પહેલા ઈડીએ ચિદમ્બરમની તિહાડ જેલમાં પૂછપરછ કરી હતી. અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ચિદમ્બરમ પર આરોપ છે કે, 2007માં નાણા પ્રધાન પદે રહીને આઈએનએક્સ મીડિયાને ફાયદો કરાવવા માટે કેટલીક મંજૂરી આપી હતી.

આ મંજૂરી આપવામાં એફઆઈપીબીની મંજૂરી પણ નહોતી લેવામાં આવી. જે બાદ 2017માં ચિદમ્બરમ વિરૂદ્ધ સીબીઆઈએ કેસ દાખલ કર્યો હતો. જેથી તેઓ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.

READ ALSO

Related posts

સંશોધકો ચોંકી ઉઠ્યા : આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ અને ઓક્સિજન પણ…

Mayur

રફાલમાં ભ્રષ્ટાચારની તપાસની માગ કરતી રિવ્યૂ પિટિશન અંગે આજે સુપ્રીમનો નિર્ણય

Mayur

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!