GSTV
Home » News » મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પુલવામા હુમલાના શહીદ જવાનના પરિવારને પણ આમંત્રણ

મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પુલવામા હુમલાના શહીદ જવાનના પરિવારને પણ આમંત્રણ

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પુલવામા હુમલાના શહીદ થયેલા સીઆરપીએફના જવાનના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. શહીદના પરિવારના સભ્યો આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. મહત્વપૂર્ણ છે કે ૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમા સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. જે બાદ મોદી સરકારે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ  આપ્યો હતો.

બંગાળમાં હિંસામાં માર્યા ગયા ભાજપના કાર્યકર્તાઓના પરિવારોને પણ આમંત્રણ

જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહ માટે અનેકવિધ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે બંગાળમાં હિંસા દરમ્યાન માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓના પરિવારને પણ શપથ ગ્રહણમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. મોદીના શપથગ્રહણમાં વીવીઆઇપી હસ્તિઓની વચ્ચે કેટલાક એવા લોકોના પરિવાર પણ સામેલ હશે કે જેમણે બંગાળમાં ભાજપને આગળ ધપાવવામાં પોતાના જીવની કુરબાની આપી દીધી હોય.

ભાજપે આવા 54 લોકોના પરિવારજનોને શપથગ્રહણમાં આમંત્રણ આપ્યું છે. જે કાર્યકર્તાઓની હત્યા થઇ છે તેમના પરિવારજનોના રહેવા અને ઉતારાની તમામ વ્યવસ્થા દિલ્હીમાં ભાજપ દ્વારા કરવામાં આવી છે. ભાજપના આ નિર્ણયને પશ્ચિમ બંગાળમાં ભાજપને મજબૂત કરવા માટે ઉઠાવવામાં આવેલું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

દિલ્હીમાં આવતી કાલે દેશની નવી સરકારની તાજપોશી

દિલ્હીમાં આવતી કાલે દેશમાં નવી સરકારની તાજપોશી થવાની છે. ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદના શરથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં દેશના તમામ રાજ્યના સીએમ અને રાજ્યપાલને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

modi cabinet

આ ઉપરાંત વિપક્ષના નેતા, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી, કર્ણાટકના સીએમ કુમાર સ્વામી અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ પીએમ અને પૂર્વ રાષ્ટ્રપતિને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીને સાંજે સાત વાગ્યે શપથ ગ્રહણ કરાવશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સાથે નવા મંત્રીઓ પર શપથ ગ્રહણ કરશે.

Read Also

Related posts

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જોવા મળી મોબ લિન્ચિંગની ઘટના, કામ પરથી ઘરે પાછા ફરી રહેલાં યુવક પર હુમલો

Mansi Patel

ગાંધીનગર LCBને મળી સફળતા, લૂંટ મર્ડર અને ધાડના કુખ્યાત 3 આરોપીની કરી ધરપકડ

Path Shah

સુરત: જમીન ખરીદીમાં કૌભાંડ થયાની આશંકા, જમીન માલિકે આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!