GSTV
Home » News » અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારોહમાં ફક્ત આ એક નેતાને આપવામાં આવ્યું આમંત્રણ

અરવિંદ કેજરીવાલના શપથગ્રહણ સમારોહમાં ફક્ત આ એક નેતાને આપવામાં આવ્યું આમંત્રણ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીના રોજ મુખ્યપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે કેજરીવાલે રામલીલા મેદાનમાં આયોજીત શપથ સમારોહમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યું છે. દિલ્હી ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી કેજરીવાલને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે હું આશા કરું છું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના પ્રજાજનોની અપેક્ષાઓ પૂર્ણ કરશે.

પીએમ મોદીએ પાઠવેલી શુભેચ્છા બદલ કેજરીવાલે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું હતું કે હું કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા ઇચ્છુક છું. આપણે દિલ્હીને વર્લ્ડ ક્લાસ શહેર બનાવવાની દિશામાં કામ કરીશું. આ પહેલા આપના નેતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં કોઇ મુખ્યપ્રધાન કે અન્ય રાજ્યોના નેતાઓને આમંત્રણ આપવામાં નહીં આવે. શપથમાં ફક્ત દિલ્હીવાસીઓને જ આમંત્રિત કરવામાં આવશે.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!