GSTV
Home » News » મોદીના શપથગ્રહણમાં આ નેતાઓને અપાયું છે આમંત્રણ, મમતા અને રાહુલ પણ રહેશે હાજર

મોદીના શપથગ્રહણમાં આ નેતાઓને અપાયું છે આમંત્રણ, મમતા અને રાહુલ પણ રહેશે હાજર

દિલ્હીમાં આવતી કાલે દેશમાં નવી સરકારની તાજપોશી થવાની છે. ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 7 વાગ્યે બીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે.. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ભવ્ય શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી તેમજ અન્ય પ્રધાનોને શપથ ગ્રહણ કરાવશે.

શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના ટોચના નેતાઓ તેમજ અન્ય વીવીઆઇપી હસ્તિઓ મળીને કુલ 6 હજાર 500 લોકો ઉપસ્થિત રહેશે. શપથ ગ્રહણ સમારોહ માટે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો અને રાજ્યપાલને આમંત્રણ આપવામાં આવ્યુ છે.

modi cabinet

આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી, કર્ણાટકના સીએમ કુમાર સ્વામી, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ, દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસન અને રજનીકાંત પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના છે.

આ વખતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોને બદલે બિમસ્ટેક દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત નેપાળ, ભૂતાન અને મોરેશિયસના વડાપ્રધાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મ્યાનમારના રાષ્ટ્રપતિ તેમજ થાઇલેન્ડ અને કિર્ગિસ્તાનના પ્રમુખ પણ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે 2014ના શપથ ગ્રહણ સમારોહ માટે સાર્ક દેશોના વડાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાન પણ સામેલ હતું.

Read Also

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!