શેરબજારમાં સળંગ પાચમાં સત્રમાં તેજી ચાલતા રોકાણકારોની સંપત્તિમાં 13.16 લાખ કરોડનો ઉછાળો નોંધાયો છે. બીએસઇનો 30 શેરનો ઇન્ડેક્સ 935.72 પોઇન્ટ કે 1.68 ટકા વધીને 56.486.02 56,486.02 થયો હતો.બીએસઇ સેન્સેક્સ છેલ્લા પાંચ સત્રમાં 3,643.27 પોઇન્ટ કે ૬.૮૯ ટકા ઉચકાયો છે. આમ આશાવાદ પાછળ બીએસઇ ઇન્ડેક્સ આટલો ઉચકાયો છે.
અગ્રણી રિસર્ચ સંસ્થાના વડાએ જણાવ્યું હતું કે બજારોએ સપ્તાહનો પ્રારંભ તેજીથી કર્યો હતો. તેણે આ તેજી જારી રાખી હતી.સપાટ પ્રારંભ પછી બજારો તબક્કાવાર ધોરણે ઉચકાતા ગયા હતા. બેન્કિંગ અને આઇટી શેરોમાં મોટાપાયા પર લેવાલીના લીધે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી.

સોમવારના સત્રમાં ઇન્ફોસિસ સૌથી વધુ 3.76 ટકા ઉચકાયો હતો. તેના પછી એચડીએફસી બેન્ક 3.25 ટકા ઉચકાયો હતો. રિઝર્વ બેન્કે એચડીએફસી બેન્ક પરના બધા અંકુશો ઉઠાવી લેતા આ શેર ઉચકાયો હતો. તેને હવે નવી ડિજિટલ પહેલ માટે છૂટ મળી ગઈ છે.
આ ઉપરાંત એસબીઆઇ, મારુતિ સુઝુકી, એક્સેસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, વિપ્રો અને એચડીએફસીના ભાવ પણ ઉચકાયા હતા. સેન્સેક્સના ફક્ત ચાર શેર સન ફાર્મા, હિંદુસ્તાન યુનિલિવર, ડો. રેડ્ડીઝ અને ટાટા સ્ટીલે જ ઘટાડો નોંધાવ્યો હતો.
આ પહેલા બીએસઇ ઇન્ડેક્સે 53 હજારની સપાટી તોડી તે સમયે તે 50 હજારના સ્તરે પહોંચી જશે તેવી આગાહી નિષ્ણાતો કરી રહ્યા હતા.
Read Also
- એશિયા કપ 2022/ભારત-પાકિસ્તાનની મેચ પહેલા દુબઇ સ્ટેડિયમમાં વધારવામાં આવી સુરક્ષા, જાણો કારણ
- રાજકારણ/ વિધાનસભાની ચૂંટણી લડવા અંગે પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોટુ નિવેદન, આપ્યા આ સંકેત
- Adani Powerની સૌથી મોટી ડીલ! ગૌતમ અદાણીએ આ કંપનીને 7017 કરોડ રૂપિયામાં ખરીદી, કારોબારમાં થયો વિસ્તાર
- સાવધાન/ ભૂલથી પણ Download ન કરતા આ ખતરનાક એપ્સ, થઇ જશો કંગાળ; હમણાં જ કરી દો ડીલીટ
- વિશેષ બેઠક / સમાન વીજ દર મામલે ખેડૂતો લડી લેવાના મૂડમાં, સરકાર મચક નહીં આપે તો ઉગામશે આ હથિયાર