GSTV
Home » News » PNB  કૌભાંડની PSU બેન્કો પર અસર, રોકાણકારોના ડૂબ્યા 56 હજાર કરોડ

PNB  કૌભાંડની PSU બેન્કો પર અસર, રોકાણકારોના ડૂબ્યા 56 હજાર કરોડ

પંજાબ નેશનલ બેન્કમાં 11,400 કરોડનું મહાકૌભાંડ સામે આવ્યા બાદ સરકારી બેન્કોના શેરો સતત ગગડી રહ્યાં છે. આ કૌભાંડ 14 ફેબ્રુઆરીએ ચર્ચામાં આવ્યુ અને તે પછી 11 સરકારી બેન્કોના બજાર રોકાણમાં 56,251 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

સૌથી વધુ નુકસાન પંજાબ નેશનલ બેન્ક અને ભારતીય સ્ટેટ બેન્કને થયુ છે. વિશેષજ્ઞોએ જણાવ્યું કે આગામી 2 ક્વાર્ટર સુધી સરકારી બેન્કો પર દબાણ રહેશે. ગત એક મહિનામાં પીએસયૂ બેન્ક ઇન્ડેક્સમાં 18 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેમાં પીએનબીના શરેરમાં 42 ટકા, બેન્ક ઑફ ઇન્ડિયામાં 31 ટકા, અલ્હાબાદ બેન્કમાં 25 ટકા, યૂનિયન બેન્ક ઑફ ઇન્ડિયામાં 25 ટકા, સિંડિકેટ બેન્કમાં 19 ટકા, ઓબીસીમાં 18 ટકા, કેનેરા બેન્કમાં 16 ટકા, સબીઆઇમાં 16 ટકા અને બેન્ક ઑફ બરોડામાં 15 ટકાનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે પીએનબી મહાકૌભાંડમાં આરોપી અબજપતિ ડાયમન્ડ મર્ચન્ટ અને તેના સાથીઓએ વર્ષ 2011માં હીરાની આયાત માટે લાઇન ઑફ ક્રેડિટ માટે પંજાબ નેશનલ બેન્કની એક શાખાનો સંપર્ક સાધ્યો હતો. બેન્કના કેટલાક કર્મચારીઓએ કથિત રૂપે નીરવ મોદીની કંપનીને બોગસ LoU આપ્યા અને તે વખતે તેમણે બેન્ક મેનેજમેન્ટને અંધારામાં રાખ્યું. તેના આધારે ભારતીય બેન્કની વિદેશી શાખાઓએ પંજાબ નેશનલ બેન્કને લોન આપવાનો નિર્ણય લીધો. આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બેન્કના ભ્રષ્ટ કર્મચારીઓ નિવૃત્ત થઇ ગ. અને નીરવ મોદીની કંપનીના અધિકારીઓએ જાન્યુઆરીમાં ફરીથી આ જ પ્રકારની સુવિધા પૂરી પાડવાની વિનંતી કરી હતી. નવા અધિકારીઓએ આ ચૂક ઝડપી લીધી અને કૌભાંડને પ્રકાશમાં લાવવા માટે આંતરિક તપાસ શરૂ કરી.

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!