GSTV

સેન્સેક્સ એક વર્ષમાં થયો ડબલ : રોકાણકારો થયા માલામાલ, તેજીના આ કારણો વચ્ચે જાણી લો હવે રોકાણ કરવું જોઈએ કે નહીં?

બીએસઇના બેન્ચમાર્ક સેન્સેક્સએ આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. ઇતિહાસમાં આજે પહેલીવાર સેન્સેક્સ 50,000ને પાર થયો છે. જોકે અહીં સુધી પહોંચતા સેન્સેક્સને 35 વર્ષની સફર કરવી પડી છે. આ સાથે જ સ્ટોક માર્કેટમાં રોકાણકારોની સંપત્તી લગભગ 200 લાખ કરોડ રૂપિયા પહોંચી ગઇ છે. વર્ષ 1990માં સેન્સેક્સ પહેલીવાર 1000ને પાર થયો હતો.

સેન્સેક્સ આ સ્થાને પહોંચ્યો

ગુરૂવારના રોજ સ્થાનિક અને વિદેશી રોકાણકારોએ ખરીદી યથાવત રાખતા સેન્સેક્સ આ સ્થાને પહોંચ્યો છે. 50,000 પોઇન્ટ પાર કરવામાં દેશની સૌથી મુલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ફાયનાન્સીયલ અને આઇટી સ્ટોકએ મહત્વની ભૂમિકા ભજવી છે.

52 અઠવાડિયાના નીચલા સ્તરે સરકી ગયો

સેન્સેક્સમાં 208 દિવસમાં 24,500 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ગત વર્ષે માર્ચના અંતમાં કોરોનાની મહામારીએ ઘર આંગણે દરવાજો ખટખટાવ્યો હતો ત્યારે કોઇએ વિચાર્યુ ન હતું કે સેન્સેક્સ આ મુકામ પર પહોંચશે. 24 માર્ચના રોજ સેન્સેક્સ (25,639) 52 અઠવાડિયાના નીચલા સ્તરે સરકી ગયો હતો. પરંતુ ગુરૂવારે તે 50,126.73 પોઇન્ટ પર પહોચી ગયો જે 24 માર્ચના સ્તરખી 95 ટકા વધારે છે.

તેજી યથાવત રહેશે

આંકડા અનુસાર સેન્સેક્સની 40 હજારથી 50 હજાર સુધીની સફર ખુબ ઝડપી રહી છે. 415 દિવસ પહેલા 23 મે 2019ના રોજ સેન્સેક્સએ કારોબાર દરમિયાન પહેલીવાર 40 હજારનો આંકડો પાર કર્યો હતો. શેર માર્કેટના જાણકારો પૈકીના એક વેલ્યુ ઇન્વેસ્ટરના વિજય કેડિયા અનુસાર આગામી એક દાયકામાં સેન્સેક્સ 1,00,000 સુધી પહોંચી જશે.

માર્કેટમાં મોટા માર્જિનથી ઓવરવેલ્યુડ

કોટક એએમસી ગ્રુપના વડા અને એમડી નીલેશ શાહએ કહ્યુ, ‘આ એક યાત્રા છે. મે સેન્સેક્સને 3,000થી 4,000 અને પછી 10,000 અને હવે 50,000ના સ્તર સુધી પહોંચતા જોયો છે. આ તેની નિરંતર યાત્રાનો એક પડાવ છે. મને નથી લાગતુ કે માર્કેટમાં મોટા માર્જિનથી ઓવરવેલ્યુડ છે. આ પોજિટિવિટી ભવિષ્યમાં પણ જોવા મળી શકે છે. જો ગ્રોથ યથાવત રહેશે તો સેન્સેક્સ સતત વધતો રહેશે.

કામચલાઉ નાનો ઘટાડો જોવા મળી શકે

એચડીએફસી સિક્યોરિટીસના દીપક જસાણી કહ્યું કે દુનિયામાં વ્યાજના દરોમાં આવેલા ઘટાડાના માહોલ અને ભારતીય ઇકોનોમીમાં કોરોના વેક્સિનેસન અને સતત ચાલી રહેલી FPI ઇન્ફ્લોના કારણે બજારમાં મજબૂત રિક્વરીની આશા વધી છે. જેના કારણે આ વધારો જોવા મળ્યો છે. બજેટ પહેલા બજારમાં કામચલાઉ નાનો ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ આગળ જતા બજારમાં તેજી યથાવત રહશે. જસાણીએ સેન્સેક્સ ભવિષ્યમાં કેવું પ્રદર્શન કરશે તેને લઇને જણાવ્યું, અર્થતંત્ર અને કંપનીના પરિણામોના પ્રદર્શન પર નિર્ભર કરશે. આ ઉપરાંત બજરની નજર દુનિયા અને ભારતમાં મોંઘવારી અને વ્યાજ દરની ચાલ પર પણ રહેશે.

ભારતમાં તેજીનું કારણ

  • જો બાઈડનઃ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ તરીકે બાઈડનના શપથ ગ્રહણ કરવા, પદ સંભાળ્યા બાદ કોઇવડ-19 મહામારીના કારણે બદહાલ ઇકોનોમીને ફરી બેઠુ કરવા માટે ધડાધડ નિર્ણય લેવાના કારણે બજારમાં તેજી જોવા મળી છે.
  • WHO: વિશ્વ સ્વાસ્થ્ય ગંઠન આગામી દિવસોમાં પશ્ચિમી દેશો અને ચીનની કેટલીય કંપનીઓની કોરોનાની રસીને મંજૂરી આપવાની યોજના છે.
  • ECBનો પ્લાનઃ યુરોપિયન સેન્ટ્રલ બેંકે ગુરૂવારના રોજ પોતાની મની પૉલિસીમાં કોઇ સુધારા ન કરવાની યોજના છે જોકે, સ્ટીમ્યુલ્સનો વિકલ્પ ખુલો રાખ્યો છે.

READ ALSO

Related posts

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Mansi Patel

બે વર્ષની રિસર્ચ પછી આમિર ખાને રોક્યું મહાભારત પર કામ, જાણો શું છે કારણ ?

Mansi Patel

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!