GSTV
Finance Trending

PPF, સુકન્યા જેવી નાની બચત યોજનાઓનાં વ્યાજ પર થઈ શકે છે મોટો નિર્ણય

નાની બચત યોજનાઓ PPF, NSC, સુકન્યા સમૃદ્ધિ જેવી ઘણી યોજનાઓ છે. જેમાં સામાન્ય માણસો અથવા તો એવું કહીએ કે મિડલ ક્લાસ રોકાણ કરે છે. પરંતુ જલ્દી આ સ્કીમ પર તમને ઓછું વ્યાજ મળશે. વાસ્તવમાં સ્મોલ સેવિંગ્સ સ્કિમના વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ બેંકને રિટેલ અને એસએસએમઈ લોન રેટને એક્સટર્નલ બેંચમાર્ક સાથે જોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેથી બેંકોને વ્યાજદરોમાં ઘટાડો કરવો પડી શકે છે. પીપીએફ અને એનએસસી જેવા સ્મોલ સેવિંગ સ્કીમોના વ્યાજદરોની સમીક્ષા આ મહિનાનાં અંત સુધીમાં થઈ શકે છે. આ સ્કીમોનાં વ્યાજદરો માર્કેટ સાથે જોડાયેલાં હોતા નથી.

કેમ ઘટી શકે છે વ્યાજદરો

રેપો રેટમાં વ્યાજ દરને જોડવાથી ગ્રાહક અને એમએસએમઇ લોન સસ્તી થઈ શકે છે. તેનાથી બેંકોના ખર્ચમાં વધારો થશે. તેને ઘટાડવા માટે, થાપણો પરનું વ્યાજ પણ ઓછું થઈ શકે છે. નાની બચત યોજનાઓ ઉપર પહેલાં જ બજાર દરો કરતા વધુ વ્યાજ આપવામાં આવી રહ્યુ છે. તેથી હવે તેમના પર કાતર ચલાવવાની તૈયારી ચાલી રહી છે. નાણાં મંત્રાલયે અગાઉ પણ આ યોજનાઓના વ્યાજ દરને બજાર દર સાથે જોડવાની ભલામણ કરી છે.

કંઈ સ્કીમ પર કેટલું વ્યાજ

સ્કીમવ્યાજદર
NSC7.9%
PPF7.9%
KVP7.6%
સુકન્યા સમૃદ્ધિ8.4%
સીનિયર સિટીઝન સ્કીમ8.6%
EPF8.65%

દરેક ક્વાર્ટરમાં થાય છે સમીક્ષા

સરકાર દરેક ક્વાર્ટરમાં પીપીએફ, એમએસસી, સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ ઉપર વ્યાજદરોની સમીક્ષા કરે છે. જાણકારોનું માનવું છેકે, આરબીઆઈનાં બેંચમાર્કથી વ્યાજદરને જોડ્યા બાદ બેંક પણ વ્યાજદરો ઘટાડી રહ્યા છે. હાલમાં જ બેંકોએ ફિક્સ્ડ ડિપોઝીટ પર પણ વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. એવામાં સ્મોલ સેવિંગ ઉપર પણ વ્યાજમાં ઘટાડો થઈ શકે છે. મહિનાનાં અંતમાં ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે વ્યાજદરો નક્કી થવાના છે. જૂલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સરકારે પહેલાં જ પીપીએફ અને અન્ય નાની બચત યોજના ઉપર 0.10 ટકાનો ઘટાડો કર્યો છે.

ઉલ્લેખનીય છેકે, આરબીઆઈ આ વર્ષમાં અત્યાર સુધીમાં રેપોરેટમાં 110 બેસિસ પોઈન્ટ એટલેકે 1.10 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. જાણકારોનું માનવું છેકે, નાણાકીય સ્થિતી અને મોંઘવારીને કાબૂમાં રાખવા માટે આરબીઆઈ રેપો રેટમાં વધારો ઘટાડો કરી શકે છે.

READ ALSO

Related posts

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી

GSTV Web Desk

Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો

Binas Saiyed

Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ

Binas Saiyed
GSTV