ધરેલુ મૂડી બજારમાં પાર્ટિસિપેટરી નોટ(પી નોટસ) દ્વારા નિવેશ ડિસેમ્બર 2020ના અંતમાં 87,132 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. આ છેલ્લા 31 મહિનાનો સર્વોચ્ચ આંકડો છે. જેનાથી દેશમાં રોકાણને લઈને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના સકારાત્મક બદલાવની જાણ થાય છે. પી-નોટસ ભારતમાં પંજીકૃત એફપીઆઈ દ્વારા જાહેર કરવામાં આવે છે. એફપીઆઈએ આ નોટ એવા વિદેશી રોકાણકારોને જાહેર કરે છે જે ભારતીય બજારોમાં પોતાની જાતે નોંધણી કર્યા વિના રોકાણ કરવા માંગે છે. જોકે પી-નોટ દ્વારા રોકાણ કરતા પહેલા તેને તપાસ પ્રક્રિયાથી પસાર થવું પડે છે.

ઉલ્લેખનીય છે કે સેબીના આંકડાઓ અનુસાર ભારતીય બજારોમાં પી-નોટનું મુલ્ય 83,114 કરોડ રૂપિયા પર હતું. જેમાં શેર, લોન પત્ર અને અન્ય મિશ્રિત સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવે છે. કોરોના વાયરસના કારણે થયો હતો ઘટાડો આંકડાઓ દર્શાવે છે કે પી-નોટ દ્વારા કરાયેલા આ રોકાણ મે 2018 બાદ સૌથી ઉંચુ છે. જયારે રોકાણનો આંકડો 93,497 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. કોરોના મહામારી ફેલાવાના સમયમાં માર્ચમાં આ રોકાણ 15 વર્ષના નિમ્નસ્તર 48,006 કરોડ રૂપિયા સુઘી નીચે આવી ગયો હતો.
તે સમયે વૈશ્વિક બજારોમાં ઘણી ઉથલ-પાથલ ચાલી રહી હતી. જે બાદ તે ઘીરે-ધીરે વધવાનો શરૂ થયો અને એપ્રીલમાં 57,100 કરોડ રૂપિયા, મે માં 60,027 કરોડ રૂપિયા, જૂનમાં 62,138 કરોડ રૂપિયા, જુલાઈમાં 63,228 કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં 74,027 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. 78870કરોડ રૂપિયાનુ શેરમાં રોકાણ સપ્ટેમ્બર 2020માં તે ઘટીને 69,820 કરોડ રહ્યા છે. પરંતુ ઓકટોબરમાં ફરી 78,686 કરોડ પર પહોંચી ગયો છે. ડિસેમ્બર અંત સુધીમાં રોકાણ કરેલી 87,132 કરોડની રાશિમાંથી 78,870 કરોડ શેરમાં, જયારે 7,562 કરોડ લોન પત્રોમાં અને 700 કરોડ રૂપિયા હાઈબ્રિડ સિકયોરિટીઝમાં રોકાણ કરાયા છે.
READ ALSO
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ધબડકો/ ઈંગ્લેન્ડની 68 રનમાં 7 વિકેટ પડી, અક્ષર પટેલના દરેક બોલે લાગી રહ્યું છે કે તે વિકેટ ઝડપશે !
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન
- ખુશ ના થશો/ નીરવ મોદી પાસે હજુ પણ છે આ 3 વિકલ્પો, 28 દિવસમાં ના આવ્યો તો વર્ષો લાગશે ભારતને બ્રિટનથી અહીં લાવતાં