GSTV
Gujarat Government Advertisement

EPFOનો મહત્વનો નિર્ણય/ જો લાખો રૂપિયાનું નુકશાન બચાવવું છે તો Aadhaarને તુંરતજ UAN સાથે કરો લિન્ક

Last Updated on June 10, 2021 by pratik shah

EPFO એટલે પ્રોવિડંટ ફંડ ડિપાર્ટમેન્ટે 1 જૂન 2021થી એવો નિયમ બનાવ્યો છે કે જેનાથી દરેક કર્મચારી માટે UAN એટલેકે યુનિવર્સલ એકાઉન્ટ નંબરને કર્મચારીAadhaarથી લિન્ક કરવું પડશે. જો તેનું PF એકાઉન્ટ (UAN) Aadhaarથી લિન્ક નહીં થાય તો તેનો ફાળો જમા થશે નહીં. આ સાથે, તે વ્યક્તિ તેનો પીએફ પણ પાછો ખેંચી શકશે નહીં.

EPFO accounts

ફાઈનાન્સ એક્સપોર્ટ અનુસાર કર્મચારીનું પીએફ કપાશે

ફાઈનાન્સ એક્સપોર્ટ અનુસાર કર્મચારીનું પીએફ કપાશે પરંતુ એમ્પ્લોયરનું યોગદાન ફક્ત તે જ કર્મચારીઓમાં જમા કરવામાં આવશે, જેમના પીએફ એકાઉન્ટને આધાર સાથે જોડવામાં આવ્યા છે. જેમનું PF એકાઉન્ટ આધાર સાથે જોડાયેલું છે, તેવામાં કર્મચારીની એમ્પ્લોઇ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યુરન્સ (EDLI) પણ જમા કરાવી શકશે નહીં.આવી સ્થિતિમાં, તે વ્યક્તિ વીમા કવચની બહાર રહેશે.

ઈનકમટેક્ષમાં નહીં મળે રાહત

તેની સીધી અસર એ પણ રહેશે કે UANને આધાર સાથે લિન્ક ન થવાથી એમ્પ્લોયર પોતાનું યોગદાન જમા કરી શકશે નહીં અને આ રકમ આવકવેરામાં ખર્ચ તરીકે નહીં ગણાશે. બીજી તરફ જો કોઈ વ્યક્તિ પાસે પીએફનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) ન હોય, તો પ્રોવિડન્ટ ફંડ સંબંધિત કામ કરતા પહેલા તેનીUANલેવી પડશે.

aadhaar

શું છે EDLI

કોરોના મહામારીના કારણે શ્રમ મંત્રાલયે ડેથ ઈંશ્યોરન્સ બેનિફિટની રકમને વધારી દીધી છે. એમ્પલોઈ ડિપોઝીટ લિન્ક ઈશ્યોરન્સ સ્કીમ, 1976નાં અંતર્ગત આપવામાં આવનારી વીમા રકમની સીમા વધારીને સાત લાખ કરવામાં આવી છે. તેનાથી ખાતાધારકોના નિધમ પછી ઓછામાં ઓછી વીમા રકમને વધારીને 2.5 લાખ રૂપિયા અને વધારેમાં વધારે 7 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. આ પહેલા આ રકમ 2 લાખ રૂપિયા અને 6 લાખ રૂપિયા હતા. આ રકમ ત્યારે મળે છે કે જ્યારે ખાતાધારકની અચાનક મોત નિપજે ત્યારે તેને મળવા પ્રાપ્ત થાય છે.

Aadhaar-Pan linking

જેવી રીતે ઈન્કમટેક્ષમાં પરમેનેન્ટ એકાઉન્ટ નંબર એટલે PANને આધાર લિન્ક સાથે જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે, ઠીક તેવી જ રીતની પ્રક્રિયા સરકારે PF વિભાગમાં કરી દીધી છે. તેનું પરિણામ એ આવશે કે જે એમ્પલોયર નકલી કર્મચારીઓને પોતાની સંસ્થામાં કાર્યરત બતાવતા હતા, તેઓ હવે ઓળખાઈ જશે, અને આધાર લિન્ક કર્યા વગર તેઓ તેમના જુના PFને પણ નિકાળી નહી શકે. ખોટા કર્મચારીઓ અને તેવામાં ઈન્કમટેક્ષમાં ચોરી કરવાવાળા એમ્પલોયરો માટે એક મોટો ઝટકો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Pritesh Mehta

WTC Final / ટીમ ઇન્ડિયાના ‘સ્પેશિયલ 15’ ખેલાડીઓના નામ જાહેર, જાણો કયા પ્લેયરોને સ્થાન મળ્યું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!