GSTV
Gujarat Government Advertisement

પ્લાનિંગ/ ભવિષ્ય માટે એક કરોડ રૂપિયાની બચત કરવી હોય તો આ છે ગેરંટેડ યોજના, બનાવી દેશે કરોડપતિ

રૂપિયા

Last Updated on January 29, 2021 by Bansari

આજના સમયમાં વધતી મોંઘવારીને જોતા ભવિષ્ય માટે લાખો રૂપિયાનું ફંડ પુરતુ નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ કોરોના સંકટ સમયે લોકોએ જોઇ લીધું છે. ભવિષ્ય માટે તમારે 1થી 1.5 કરોડ રૂપિયાના ફંડ તૈયાર કરવું પડશે. પણ દોઢ કરોડ રૂપિયાનું ફંડ તૈયાર કરવું પણ કોઇ નાની વાત નથી પણ શક્ય જરૂર છે. જો તમે પ્લાનિંગની સાથે રોકાણ કરો તો થોડા વર્ષમાં તમે કરોડપતિ બની શકો છો.

જાણો PPFમાં કોઇ પણ અને ક્યારે પણ રોકાણ કરી શકે છે

રોકાણ કરવા માટે શેર બજાર જેવા ઓપ્શન અવેલેબલ છે, જે થોડા દિવસ કે અઠવાડિયામાં તમારા પૈસા બમણા કરી શકે છે, પરંતુ તેમાં જોખમ વધારે છે. કરોડપતિ બનવા માટે તમારે એવા રોકાણ વિશે વિચાર કરવો જોઇએ જેમાં ગેરેન્ટેડ અને નિરંતર ફાયદો મળે. સાથે જ તેમાં નુકસાનની શક્યતા જીરો હોય. એવામાં એક ઓપ્શન છે પબ્લિક પ્રોવિડંડ ફંડ. પીપીએફમાં કોઇ પણ અને ક્યારે પણ રોકાણ કરી શકે છે.

ppf

દરેક વ્યક્તિ પોતાની બચતનો જુદી-જુદી રીતે ઉપયોગ કરે છે. ઘણા લોકો PPF થકી રોકાણ કરવાનો ઉપયોગ પણ પસંદ કરે છે, કારણ કે તેમાં જોખમ રહેતું નથી. એવામાં જો તમે પણ PPF થકી રોકાણ કરવા માગતા હોવ તો તમારી પાસે પણ કરોડપતિ બનવાની તક રહેલી છે. રિટર્ન તરીકે તમને 1 કરોડ રૂપિયા જેટલી રકમ મળે તે માટે તમારી અમુક વર્ષો સુધી રોકાણ કરતા રહેવું પડશે. આ સાથે જ ધ્યાન રાખવું પડશે કે તમારું પ્રિમિયમ પણ વધી જશે.

PPF માં વ્યાજદર ઓછા હોય છે પરંતુ રિસ્ક ફેક્ટર ના હોવાને કારણે લોકો તેની પસંદગી કરતા રહે છે. એવામાં 1 કરોડનું રિટર્ન મેળવવા માટે જો ઓછી વયે જ પોલિસી શરૂ કરો તો તમને યોગ્ય સમયે 1 કરોડ રૂપિયા મળી જાય. ગત વર્ષે જ PPF નો વ્યાજદર 7.9 ટકાથી ઘટાડી 7.1 કરવામા આવ્યો હતો. જે આગામી સમયમાં ફરી વધી શકે છે. PPF માં રોકાણ કરવાની એક લિમિટ હોય છે. જેના કારણે તમે એક વર્ષમાં 1.5 લાખથી વધુની રકમનું રોકાણ કરી શકતા નથી. આ હિસાબે જોતા તમારે 25 વર્ષ સુધી (દરવર્ષે 1.5 લાખ) રૂપિયા જમા કરાવવાના રહે છે. હાલના દર અનુસાર જોઈએ તો, તમને 25 વર્ષ બાદ 1 કરોડ 3 લાખ રૂપિયા મળશે.

ppf

PPF આ રીતે કરે છે કામ

PPF એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ નાની બચતોની સ્કિમમાંથી એક છે. તેમાં રોકાણ સુરક્ષિત હોવાની સાથે ટેક્સમાં છૂટ પણ મળે છે. PPF માં મહિને-ક્વાર્ટરલી કે વાર્ષિક એમ રોકાણ કરી શકો છો. દર મહિને રોકાણ કરનારે 5 તારીખ અગાઉ જ રૂપિયા જમા કરાવી દેવા નહિંતર વધુ ફાયદો થશે નહીં. વ્યાજનું આકલન 5 તારીખથી મહિનાની અંતિમ તારીખ સુધીના મિનિમમ બેલેન્સ પર થાય છે. વર્ષમાં 1 વાર પૈસા જમા કરાવતા હોવ તો પણ 5 તારીખ પહેલા જ આ કામ કરી લેવું લાભદાયી રહેશે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ EEE કેટેગરી હેઠળ આવે છે. એટલે કે, રોકાણ અને ઈન્ટ્રેસ્ટ ઈનકમ, બંને ટેક્સ ફ્રી છે. રોકાણ કરવા પર ઈનકમ ટેક્સના સેક્શન 80 સી હેઠળ ડિડક્શનનો લાભ પણ મળશે. PPF અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ કે પબ્લિક અથવા પ્રાઈવેટ બેંકમાં ખોલાવી શકાય છે. કન્ટ્રીબ્યૂટર ઈચ્છે તો વર્ષમાં એક સાથે એક જ વાર રોકાણ કરી શકે છે અથવા વધુમાં વધુ 12 હપ્તામાં રોકાણનો વિકલ્પ પણ તેને મળે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!