GSTV

આ સરકારી યોજનામાં ત્રણ ગણી વધી જશે તમારી જમા રકમ, રોકાણમાં થશે આ ફાયદો

જો તમે પૈસા બચાવવા માંગતા હો અને તમારા બાળકનાં ભવિષ્ય માટે કેટલાક પૈસા એકત્રિત કરવા માંગતા હો. તો સુકન્યા સમૃદ્ધિ યોજના સૌથી ફાયદાકારક છે આ યોજના સૌથી વધુ ઉપજ આપતી યોજનાની ટોપ પર છે. જો તમારે બચત કરવી હોય તો 10 વર્ષની છોકરીનું એકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ બેંકમાં ખોલી શકો છો.

આવકવેરામાં પણ છૂટ મળશે

આ યોજના હેઠળ માત્ર બચત જ નહીં, પણ આવકવેરામાં પણ છૂટ આપવામાં આવે છે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80 સી હેઠળ, સુકન્યા, યોજનામાં રોકાણ પર છૂટનો ત્રણ ગણો લાભ મળે છે, એટલું જ નહીં રોકાણની રકમ, આવક વ્યાજ રૂપે મળેલી અને ઉપાડેલી રકમ પર પણ ટેક્સ લાગતો નથી.

તમે તે બેંકોમાં જ્યાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટ ખોલવાની સુવિધા છે. જો તમે નવા વ્યાજ દરની વાત કરો, તો આ યોજના અંતર્ગત તમને 7.6 ટકા વ્યાજ મળશે.

14 વર્ષ જ રોકાણ કરી શકે છે પેરેન્ટ્સ

સુકન્યા યોજના અંતર્ગત, આ નાણાં બાળક 21 વર્ષ પૂર્ણ થયા પછી મેચ્યોર થઈ જાય છે, માતાપિતાએ તેમાં ફક્ત 14 વર્ષ રોકાણ કરવું પડશે. આ યોજના અંતર્ગત, તમે જ્યારે પણ રોકાણ કરો ત્યારે પાકતી મુદતે તમને 3 ગણું વળતર મળશે. આ યોજના અંતર્ગત, જો આપણે વર્તમાન વ્યાજના દરને ધ્યાનમાં રાખીને ખાતાની ગણતરી કરીએ, તો તેમાંથી 64 લાખ રૂપિયા સુધીની મોટી રકમ ઉભી કરી શકાય છે.

વ્યાજના દર પ્રમાણે કેટલો નફો, કેટલું રોકાણ

સુકન્યા સમૃદ્ધિ યોજના પરનાં વ્યાજ દર હાલમાં 7.6 ટકા છે. જો તમે દર મહિને એસએસવાય એકાઉન્ટમાં દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરો છો, તો પછી તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. સુકન્યા ખાતામાં, આ રકમ 14 વર્ષમાં વાર્ષિક 7.6% કંમ્પાઉન્ડ વ્યાજ અનુસાર રૂ.37,98,225 રહેશે. આ પછી, 7 વર્ષ સુધી, આ રકમ વાર્ષિક 7.6 ટકા કંમ્પાઉન્ડનાં હિસાબથી રિટર્ન મળતું રહેશે.

કેટલી મળશે રકમ

જ્યારે તમારું બાળક 21 વર્ષનું થાય છે, ત્યારે તેની કિંમત લગભગ 63,42,589 રૂપિયા હશે. સ્પષ્ટ છે કે તમારું 21 લાખ રૂપિયાનું રોકાણ પાકતી મુદતે 63.5 લાખ રૂપિયા થઈ જાય છે. તમને વ્યાજ રૂપે 42.5 લાખ રૂપિયા મળે છે, જે તમારા બાળકના શિક્ષણ અને લગ્નના ખર્ચને સરળતાથી ઉઠાવી શકે છે.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!