GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

તમારા માટે લાભદાયક છે આ સરકારી યોજના, દર મહિને મળશે 10,000 રૂપિયા સુધી પેંશન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વરિષ્ઠ નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી વય વંદન યોજના (PMVVY)માં  અમુક મહત્વપૂર્ણ બદલાવ કર્યા છે. યોજનાના રોકાણના રકમની મર્યાદા સરકારે બમણી કરી દીધી છે. એટલું જ નહી, યોજનાની અવધિ પણ વધારી દીધી છે. એટલે આ યોજના હેઠળ હવે તમને દર મહિને 10,000 રૂપિયા સુધી પેંશન મળી શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે.

શું છે પ્રધાનમંત્રી વય વંદન યોજના?

પ્રધાનમંત્રી વય વંદન યોજના હેઠળ નાગરિકોને દસ વર્ષ સુધી 8 ટકા વાર્ષિક રિટર્નની ગેરન્ટી સાથે પેન્શન આપવામાં આવે છે. સ્કીમ હેઠળ પેન્શન માસિક, ત્રિમાસિક, છમાસિક, અને વાર્ષિક આધારે લઈ શકાય છે. યોજનામાં 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો રોકાણ કરી શકે છે.

10,000 રૂપિયા સુધી મળી શકે છે પેન્શન

રોકાણની રકમને બમણી કરવાથી વરિષ્ઠ નાગરિકોને ઘણો લાભ થશે. સરકાર દ્વારા હવે રોકાણની સીમા 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે પહેલાં તે 7.5 લાખ રૂપિયા હતી. હવે નાગરિકોને દર મહિને 10,000 રૂપિયા સુધી પેન્શન મળી શકે છે.

સરકારનાં આ પગલાથી વરિષ્ઠ નાગરિકો માટે સામાજીક સુરક્ષાના પ્રાવધાનોને વધારી શકાશે. માર્ચ 2018 સુધી કુલ 2.23 લાખ વરિષ્ઠ નાગરિક આ પેન્શન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. જ્યારે તેની પહેલાં વરિષ્ઠ પેન્શન વીમા યોજના 2014 હેઠળ 3.11 લાખ વરિષ્ઠ નાગરિકોને લાભ મળતો હતો.

પહેલાં પ્રધાનમંત્રી વય વંદના યોજના ચાર મે 2017થી 3 મે 2018 માટે જ હતી. પરંતુ હવે આ યોજના હેઠળ રોકાણ કરવાની અવધિ વધારીને 31 માર્ચ 2020 કરી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!