GSTV
Finance Trending

5 વર્ષમાં લાખો લોકોને અહીં મળ્યો FDથી 4 ગણો વધુ લાભ, પૈસા ડબલ કરવા આ છે બેસ્ટ ઓપ્શન

પૈસા

ભારતમાં આજે પણ એફડીમાં પૈસા લગાવવું વધુ સેફ અને સારું માનવામાં આવે છે. પરંતુ હાલના સમયમાં એફડી માત્ર 5-6% જ રિટર્ન આપે છે. એના માટે એક્સપર્ટ્સ હવે મ્યુચુઅલ ફંડમાં પૈસા રોકાણ કરવાની સલાહ આપી રહ્યાં છે. એની લિસ્ટમાં એક ફંડ જેની ઘણી ચર્ચા થઇ રહી છે. તે હે Mirae Asset Tax Saver Fund છે. જો કોઈએ એક વર્ષ પહેલા આ ફંડમાં 10 હજાર રૂપિયા લગાવ્યા હોય તો એની રકમ વધીને 12,223 રૂપિયા થાય છે. રિટર્ન હિસાબે વાત કરીએ તો લગભગ 22% બેસે છે. ત્યાં જ એફડી પર કુલ 5-7% રિટર્ન મળી રહ્યું છે એટલે 10 હજાર રૂપિયાની એફડી 500-700 રૂપિયાનો ફાયદો થાય છે.
મ્યુચુઅલ ફંડ છે શું ?

મ્યુચુઅલ ફંડ કંપની રોકાણકારો પાસે પૈસા એકત્ર કરે છે . આ પૈસાને તેઓ શેર બજારમાં, બોન્ડ અને ગર્વર્નમેન્ટ સિક્યોરિટિઝ જેવા એસેટ્સમાં લગાવે છે. એના બદલામાં મ્યુચુઅલ રોકાણકારોને ફી પણ મળે છે.

દેશમાં અલગ અલગ ઘણા મ્યુચુઅલ ફંડ હાઉસિઝ છે જે રોકાણ કરવા માટે ફંડ મેનેજર નિયુક્ત કરે છે. ફંડ મેનેજરને માર્કેટની તમામ જાણકારી હોય છે, જે પોતાની સમજથી એ રીતે ફંડમાં રોકાણ કરે છે જેમાં વધુ ફાયદો હોય .

પૈસા

મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવા માટે આ કંપનીઓ રોકાણથી કમિશનની કમાણી કરે છે. જે લોકો શેર બજારમાં રોકાણ અંગે વધુ જાણતા નથી તેમના માટે મ્યુચુઅલ ફંડ રોકાણ સારો વિકલ્પ છે. રોકાણકાર પોતાના નાણાકીય લક્ષ્ય હિસાબે સ્કીમ પસંદ કરે. મ્યુચુઅલ ફંડનો ફાયદો એ છે કે આ રોકાણ ફંડ મેનેજર દ્વારા મેનેજ કરવામાં આવે છે, જેને બજારની સારી સમજ હોય છે. એવામાં આ તમારા પૈસા સોચી વિચારીને રોકાણ કરે છે, જ્યાં રિટર્ન સારું રહેવાનું ઉમ્મીદ હોય છે.

ત્યાં જ મ્યુચુઅલ ફંડ દ્વારા તમારું પોર્ટફોલિયો સાઈવર્સીફાઈ થઇ જાય છે. કારણ કે આ માત્ર એક શેરની બજારથી જગ્યાએ અલગ અલગ શેરમાં આ એસેટ ક્લાસમાં પૈસા લગાવવા આવે છે. એમાં એકમાં જોખમ છે તો બીજમાં આ કવર થઇ જાય છે. તમને પૈસા ડેટ ફંડ્સમાં પણ રોકાણ કરવામાં આવે છે., જેથી માર્કેટમાં કો અસ્થિરતા પણ છે આવે છે, ત્યારે પૈસા સુરક્ષિત રહે છે. ઈએલએસએસ કેટેગરીમાં રોકાણ કરી તમે ટેક્સ બચાવી શકો છો.

આવો જાણીએ આ અંગે તમામ વાતો

મીરાએ એસેટ ટેક્સ સેવર મ્યુચુઅલ ફંડ અંગે જણાવીએ તો ગયા બે વર્ષમાં ફંડના 46%ના બમ્પ રિટર્ન આપ્યા છે. ત્યાં જ, 5 વર્ષ પહેલા કો કોઈ ફંડમાં 10 હજાર રૂપિયા લાગવ્યા હોય તો એની વેલ્યુ વધીને 25,185 રૂપિયા થાય છે. એનો મતલબ સાફ છે કે એનું કુલ રિટર્ન 150% છે. જો અલગ અલગ સમયમાં આ ફંડને બેન્ચમાર્ક અને બીજી પ્રતિધ્વંધ્વી સ્કીમોની તુલનામાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે એક વર્ષમાં ફંડે 23.71% રિટર્ન આપ્યું છે.

શું હજુ પણ પૈસા લગાવવું ફાયદાકારક

એક્સપર્ટ જણાવે છે કે મિરાએ એસેટ લાર્જ કેપ અને મિરાએ એસેટ ઇમર્જિંગ બ્લુચીપની જેમ તમામ વાતોનું પાલન કરી રહ્યું છે. આ શેરોની પસંદગી સમયે ઘણી સારી રિસર્ચ કરે છે. આ સ્કીમ મિડકેપની તુલનામાં લાર્જકેપ હેઠળ વધુ નમેલી રહે છે. એનો શાનદાર ટ્રેક રેકોર્ડ રહ્યો છે. લાંબી અવધિમાં રોકાણ માટે એક સ્કીમએ પોતાનું મહત્વ સાબિત કર્યું છે.

જો એના પોર્ટફોલિયો ની વાત કરીએ તો ફંડે અશોક લેલેન્ડ, એક્સિસ બેન્ક, ડાબર ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીસાઈ બેન્ક, જોકે સિમેન્ટ, મારુતિ સુઝુકી, એમઆરએફ, નેતકો ફાર્મા, ઓરિયન્ટ ઇલેક્ટ્રિક, પ્રિન્સ પાઇપ્સ એન્ડ ફીટીંગ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટોરન્ટ ફાર્મેક, યુટીઆઇ એએમસીના શેરમાં રોકાણ વધાર્યું છે. એ જ શેર છે જેનું સારું પ્રદર્શન જારી છે.

મિરાએ એસેટ ટેક્સ સેવર મ્યુચુઅલ ફાબળ અંગે જરૂરી વાત

  • આ ફંડ 28 ડિસેમ્બર, 2015એ લોન્ચ થયું હતું,. એની સરેરાશ એયુએમ 5489 કરોડ રૂપિયા હતી.
  • ગ્રોથ ઓપ્શનમાં એની એનએવી 24.27 રૂપિયા છે. ડિવોડેન્ટ ઓપ્શનમાં એનએવી 19.46 રૂપિયા છે. ન્યુનતમ રોકાણ 5000 રૂપિયા છે.
  • ન્યુનતમ સિપની રકમ 500 રૂપિયા છે.
  • એનું એક્સપેન્સ રેશિયો(31 ડિસેમ્બર 2020) 1.86% છે. એક્ઝિટ લોડ : 30 દિવસની અંદર રિડેમ્પશન પર 0%. ફંડ મેનેજર નિલેશ સુરાના, ફંડથી 8 વર્ષથી જોડાયેલા છે.

મ્યુચુઅલ ફંડમાં આ રીતે લગાવો પૈસા
તમે કોઈ મ્યુચુઅલ ફંડની વેબસાઈટ થી સીધા રોકાણ કરો છો. જો તમે ચાહે તો કોઈ મ્યુચુઅલ ફંડ એડવાઈઝરની સેવા પણ લઇ શકો છો. જો તમે સીધા રોકાણ કરો ચો તો મ્યુચુઅલ ફંડ સ્કીમના ડાયરેક્ટ પ્લેનમાં રોકાણ કરી શકો છો. જો તમે કોઈ એડવાઈઝરીની મદદથી રોકાણ કરી રહ્યા છો તો તમે રેગ્યુલર પ્લાનમાં રોકાણ કરી શકો છો. સીધા રોકાણ માટે મ્યુચુઅલ ફંડની વેબસાઈટ પર જવું પડશે. તમે એની ઓફિસમાં પણ ડોક્યુમેન્ટ્સ લઇને જઈ શકો છો. ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે તમારે કમિશન નહિ આપવું પડે. એના માટે લાંબી અવધિના રોકાણમાં તમારું રિટર્ન વધી જાય છે.

મળે છે SIP સુવિધા

જેમ શેર માર્કેટમાં રોકાણ કરવું વાળા શેર હોલ્ડર કહે છે. એ જ રીતે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવા વાળાને યુનિટ હોલ્ડર કહેવામા આવે છે. મ્યુચુઅલ ફંડ કંપનીઓ ફંડ જમા કરવા માટે ‘ન્યુ ફંડ ઓફર’ જારી કરે છે. મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવા વાળાને યુનિટ આપવામાં આવે છે. અહીં ડિસ્કાઉન્ટ અથવા પ્રીમિયમ પર નહિ પરંતુ પ્રતિ યુનિટ રકમ નક્કી કરવામાં આવે છે. તમે એક વખતમાં પુરા પૈસાનું રોકાણ કરી શકો છો અથવા SIP દ્વારા રોકાણ કરી શકો છો. SIP નો મતલબ છે કે તમે દર મહિને અથવા નક્કી સમય પર એક નક્કી રકમ મ્યુચુઅલ ફંડમાં રોકી શકો છો.

Read Also

Related posts

ગૂગલે લોન્ચ કર્યું આ નવું ફિચર, હવે લખાયેલા ગીતને ગૂગલ આપશે અવાજ

Akib Chhipa

દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો

HARSHAD PATEL

ઓડિશાના મંત્રીની અંગત કારણોસર થઈ હત્યા, પોલીસે જ ગોળી મારીને ઘટનાને આપ્યો અંજામ

GSTV Web Desk
GSTV