GSTV

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

રૂપિયા

Last Updated on August 4, 2021 by Pritesh Mehta

નિવૃત્તિ બાદ મોટાભાગ ના લોકોને એ સવાલ હોય છે કે માસિક પગાર કેવી રીતે સુરક્ષિત રાખી શકાય જે દર વર્ષે મોંઘવારી મુજબ વધે છે. આ સવાલનો કોઈ જ જવાબ નથી. પરંતુ, હા તે શક્ય છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છે તો ભારત જેવા વિકાસશીલ બજારમાં ઇકવીટી મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળામાં 10-12%નું વાર્ષિક રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે.

રોકાણ

દર મહિના 50 હજાર રૂપિયાની પડે છે જરૂરિયાત

નિષ્ણાતોના મત અનુસાર, જો તમે અનુશાસિત દ્રષ્ટિકોણનું પાલન કરો છો અને તમે શરૂઆતના ત્રીસમાં દશકમાં રોકાણ કરવાનું શરૂ કરો છો તો તમે સરળતાથી નિવૃત્તિ બાદ તકલીફોથી બચી શકો છો અને એક એવી ઇન્કમ મેળવી શકો છો જે મોંઘવારીના દર મુજબ વધતી હોય. હાલના સમયમાં એક નિવૃત કપલ પાસે જો પોતાનું ઘર હોય તે આરામથી પોતાનું જીવન વ્યતીત કરી શકે તે માટે દર મહિને લગભગ 50 હજાર રૂપિયાની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ વાર્ષિક મોંઘવારી દર મહિને 5% માનીને આ રકમ 30 વર્ષે વધીને 2.16 લાખ રૂપિયા થઇ જશે. તેની સાથે જ તમારી નિવૃત્તિ બાદ દર વર્ષે આ રકમ વધતી જશે. જો તમે 30 વર્ષની ઉંમરે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરો છો અને તે પણ માત્ર 20 વર્ષ માટે તો તમારા નિવૃત્તિના સમયે એટલે કે 60 વર્ષની ઉંમર સુધી તમારી પાસે સરળથી પૈસા જમા કરી શકો છો. જે તમને આગામી 25 વર્ષ એટલે કે 85 વર્ષની ઉંમર સુધી પેંશનની આવક આપશે. સાથે જ તમે તમારા અવસાન બાદ પોતાના કાનૂની ઉત્તરાધિકારી માટે એક મોટી રકમ છોડી શકો છો.

Investment

આ રીતે કરો રોકાણ

માની લો કે તમારી ઉંમર હાલ 30 વર્ષની છે અને તમારી મહિને ખર્ચ 50 હજાર રૂપિયા છે તો સેવાનિવૃત્તિ બાદ પણ તમે વર્તમાન જીવનશૈલી મુજબ જ જીવન જીવી શકો છો. તેના માટે તમારે આગામી 20 વર્ષ સુધી એસઆઈપી દ્વારા જુદી જુદી લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 20 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે એસઆઈપી રોકાણ 12%ના વાર્ષિક રિટર્ન મેળવો છો તો તમારું રોકાણ 20 વર્ષમાં વધીને 10,091,520  રૂપિયા થઇ જશે. (જ્યાં સુધી તમે 50 વર્ષના થઇ જાઓ.) જયારે તમે 60 વર્ષની ઉંમરે સેવાનિવૃત્ત થાઓ છો તો આ ફંડ વધીને 31,342,729 થઇ જશે. ભલે તમે 50 થી 60 વર્ષની ઉંમર સુધી કોઈ વધારાનું રોકાણ ન કરો તો પણ.

60 વર્ષની ઉંમરે તમારો માસિક ખર્ચ 5%ની વાર્ષિક મોંઘવારીના દર વધીને 2.16 લાખ રૂપિયા થઇ ગયો હશે. સાથે જ આ માસિક ખર્ચ દર વર્ષે વધતો રહેશે એટલે તમને મહિને વધારાની રકમ ઉપાડવા માટે ઇકવીટી મ્યુચ્યુઅલ ફંડમાં એક સ્ટેપ-એ વ્યવસ્થિત એક્ઝિટ પ્લાન સ્થાપિત કરી અને દર વર્ષ ઉપાડવાની રકમમાં 5% વૃદ્ધિ કરો. તમારી સેવા નીતરુતતી તમને વધારી માસિક આવક આપવા માટે પૂરતી હશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!