GSTV

શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડ બાદ રાજ્યના આ બે શહેરોનું તંત્ર લાગ્યું કામે, તપાસનો ધમધમાટ શરૂ

અમદાવાદની શ્રેય કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડની દુર્ઘટના બાદ ભરૂચ નું તંત્ર સફાળું જાગ્યું હતું. અમદાવાદની ઘટના બાદ જિલ્લા કલેકટરના આદેશથી ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારી એ સૂચના આપતા નગર પાલિકા ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા અને ભરૂચની 8 કોવિડ હોસ્પિટલમાં ફાયર સુવિધાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.ભરૂચ નગરપાલિકા ના ચીફ ફાયરમેન શૈલેષ સાસીયાએ ભરૂચની તમામ 8 કોવિડ હોસ્પિટલોમાં ફાયર સીસ્ટમ હોવા સાથે ચાલુ કન્ડિશનમાં હોવાનું જણાવ્યું હતું.

જૂનાગઢ મહાપાલિકાએ પણ તપાસનો ધમધમાટ શરૂ

અમદાવાદમાં હોસ્પિટલમાં આગની ઘટના બાદ જૂનાગઢ મહાપાલિકાએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અને જૂનાગઢની કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ, ફાયર સેફ્ટીના એનઓસી અંગે ફાયર વિભાગના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જે બાદ શહેરની સિવિલ હોસ્પિટલ, કલ્પ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. જે દરમિયાન ફાયર સેફ્ટીના સાધનોના મેન્ટેનન્સમાં બેદરકારી છતી થઈ છે. જોકે આ અંગે ફાયર વિભાગના એધિકારીઓએ બેદરકારી અંગે ફોડ પાડ્યો ન હતો.

READ ALSO

Related posts

હવે WhatsApp ગૃપમાં પણ છુપાવીને રાખી શકશો ફોટો-વીડિયો, તમારા સિવાય કોઈ નહી જોઈ શકે

Ankita Trada

ભોજન બાદ વરીયાળી ખાવાનું છે વૈજ્ઞાનિક કારણ, પેટ સાથે જોડાયેલુ છે આ કનેક્શન

Arohi

રાજ્ય સરકારે શિક્ષકો માટે બહારે પાડેલા પરિપત્ર મુદ્દે કોંગ્રેસ આવી મેદાને, કોરોના સંક્રમિત શિક્ષકનો પગાર કાપવાનો છે મુદ્દો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!