GSTV

ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલો માટે આવી ખુશખબર, સરકારે આપ્યા આ નવા પાવર

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ હવે તપાસકર્તાઓ બનશે. પાંચ વર્ષ કે તેથી ઉપરના અનુભવી બિનહથિયારી પોલીસને કોન્સ્ટેબલને હવે તપાસની સત્તા સોંપવામા આવી છે. હાલમાં પોલીસ કોન્સ્ટેબલ હોદ્દામાં ભરતી પામેલ કર્મચારીઓની નવી પેઢી ઉચ્ચ ગુણવત્તાવાળુ શિક્ષણ પ્રાપ્ત કરેલ હોવાથી ઇન્વેસ્ટીગેશન કરવાની પ્રકિયા અને કાર્યવાહીને ઝડપથી ગ્રહણ કરવા કુશળ અને સક્ષમ હોવાથી તપાસની સત્તા સોંપાઇ છે.

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 681 કેસ સામે આવ્યા

રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 600થી વધુ નવા દર્દી નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 681 કેસ સામે આવ્યા છે, જ્યારે 19 દર્દીના મોત થયા છે અને 563 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કુલ 33,999 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1888એ પહોંચ્યો છે. તેમજ 24,601 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ વેન્ટીલેટર પર 68 દર્દીઓ છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કુલ 7 દર્દીઓ મોતને ભેટ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં 4, વડોદરા જિલ્લામાં 2 તો જૂનાગઢ, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક-એક દર્દીના મોત થયા છે. છેલ્લાં 24 કલાકમાં આવેલા કેસની સંખ્યા જોઈએ તો અમદાવાદ જિલ્લામાં 211, સુરત જિલ્લામાં 227, વડોદરા જિલ્લામાં 57, રાજકોટ જિલ્લામાં 26, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં 12-12 કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!