GSTV
Home » News » સુરત બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં આરોપીની પત્નીની કરી પુછપરછ

સુરત બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં આરોપીની પત્નીની કરી પુછપરછ

સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના બહુચર્ચિત કેસ મામલે સુરત ક્રાઈમબ્રાન્ચે આરોપી હર્ષસાઈ ગુર્જની પત્ની રમાદેવીની પૂછપરછ કરી. ગુરુવારે મોડી સાંજે લગભગ ચાર કલાક સુધી ક્રાઈમબ્રાન્ચે રમાદેવીની પૂછપરછ કરીને તેનું નિવેદન નોંધ્યું.

સુત્રોની માહિતી મુજબ રમાદેવીએ બાળકી પર દુષ્કર્મ થયું હોવાની વાતને નકારી છે. તેણે કહ્યું કે હર્ષસાઈએ બાળકીને મારી હતી. પણ બળાત્કારની વાત ખોટી છે. રમાદેવીની પૂછપરછ બાદમાં સુરત ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓ સહિતની ટીમ આરોપીના ઘરે પહોંચી હતી.જ્યાં પાડોશીઓના પણ નિવેદન નોંધ્યા હતા. સ્થાનિકોએ બાળકીને છેલ્લે ક્યાં દિવસે જોઈ હતી અને કેટલીક વાર જોઈ હતી તે અંગેની પૂછપરછ કરાઈ હતી.

નિવેદનો બાદ ક્રાઈમબ્રાન્ચ આરોપી હર્ષસાઈ ગુર્જર અને તેની પત્નીના નિવેદનોનું ક્રોસ વેરિફિકેશન કરશે. હર્ષસાઈ ગુર્જરના ત્યાં રહેતા મજૂરોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. મુખ્ય આરોપી કુલદીપને ઝડપી પાડવા પોલીસે તપાસ દૂર સુધી લંબાવી છે. બાવીસ દિવસ થયા છતાં પોલીસ મૃત બાળકીની માતા અને બાળકીની ઓળખ નથી કરી શકી શકી નથી. મુખ્ય આરોપી કુલદીપ ઝડપાયા બાદ જ માતા અને બાળકીની ઓળખ સંભવ છે.

Related posts

એસ.ટી બસને ડેપોમાં કેમ લાવ્યો એમ કહી સરપંચે ડ્રાઈવરને ફટકાર્યો

Mayur

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Mayur

ચીફ સેક્રેટરી ડો. સિંઘને છોટા ઉદેપુરના પ્રવાસ બાદ વાયરલ ઇન્ફેક્શન, સીએમે પણ જતાવી ચિંતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!