GSTV
Home » News » પિતા બન્યો યમરાજ, પુત્રને ઉતાર્યો મોતને ઘાટ

પિતા બન્યો યમરાજ, પુત્રને ઉતાર્યો મોતને ઘાટ

અમરાઇવાડીમાં પિતાએ લાકડીથી ઢોર મારમારીને પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ તપાસમાં પુત્રએ ટીવી કેમ રિચાર્જ કરાવતા નથી, તેમ કહીને પછાડીને ટીવીની તોડફોડ કરી હતી. જેથી ઉશ્કેરાયેલા પિતાએ આ કૃત્ય આચર્યુ હતું. પોલીસે ખૂનનો ગુનો નોધી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં જોગમાયાનગરમાં રહેતા લલીતાબહેન ગોવિંદભાઇ પરમારે અમરાવાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે પતિ સામે ફરિયાદ નોધાવી છે કે શનિવારે સાંજે તેઓ કામ અર્થે બહાર ગયા હતા જ્યાં ઘરે પતિ હાજર હતા ત્યારે પુત્ર અજયે આવીને શાક ગરમ કરવાનુ કહેતા પતિએ શાક ગરમ કરીને આપ્યું હતું. ત્યારબાદ પુત્રએ પિતાને કહ્યું કે તમારે ટીવી ચાલુ કરાવવાનું છે કે નહી,  કેમ રિચાર્જ કરાવતા નથી કેમ કહીને પુત્રએ ગુસ્સામાં આવીને ટીવી પછાડયું હતું.

ઉશ્કેરાઇને પિતાએ પોતાના પુત્રના માથામાં ઉપરા છાપરી લાકડીઓ મારી હતી, જેથી માથામાં ગંભીર ઇજાઓ થતાં પુત્ર મોતને ભેટયો હતો. ત્યારબાદ પત્નીએ પોલીસને જાણ કરીને પતિ સામે હત્યાનો ગુનો નોધાવ્યો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!