GSTV
Home » News » જયંતી ભાનુસાળી દુષ્કર્મ કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાને સોંપાઇ

જયંતી ભાનુસાળી દુષ્કર્મ કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાને સોંપાઇ

સુરતના બહુચર્ચિત જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને એસીપી આર.આર. સરવૈયાને સોંપવામાં આવી છે.આ કેસને લઈને અગાઉ ડીસીપી લીના પાટીલ તપાસ સંભાળતા હતા.જોકે તેમની બદલી થતા હવે તપાસ એસસીપી સરવૈયાને સોંપવામાં આવી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પર વરાછાના પુણાગામ વિસ્તારની યુવતીએ દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો હતો.આ ઘટનાને લઈને ભાજમપાં સન્નાટો છવાયો હતો.

જયંતી ભાનુશાળીએ ફેશન ડિઝાઈનરના કોર્ષમાં એડમિશન અપાવવાના બહાને તેને બોલાવી હતી.તેમજ  એક હોટેલમાં તેનો વિડિયો બનાવી બદનામ કરી દેવાની ધમકી આપી હતી.અને વારંવાર શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.આ ઘટનાને લઈને તેણે ફરિયાદ તો નોંધાવી પરંતુ પીડિતા પોલીસ તપાસ પર પણ સવાલ ઉઠાવી ચુકી છે.

ફરિયાદ કર્યાના ત્રણ દિવસ બાદ પણ એક આરોપી જેવું વલણ પોલીસ તેની સાથે કરી રહી  હોવાનુ જણાવ્યુ હતુ. તેને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ સ્ટેશન અને હોસ્પિટલના ધક્કા ખાવા પડતા હોવાનો તે આરોપ લગાવી ચુકી છે.આ કેસમાં પોલીસ પીડિતાને લઈને અમદાવાદની હોટલ ઉમેદ પણ જઈ આવી છે.અને જે રૂમમાં દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાનો આરોપ છે.તે રૂમનું પંચનામુ પણ કર્યુ છે.

Related posts

હેર ડ્રાયર યુઝ કરતી વખતે રાખો આ તકેદારી, નહીંતર વાળને થશે નુકસાન

Bansari

25 વર્ષની યુવતીને હતા એટલા લોકો સાથે શારીરિક સંબંધો કે બહેનપણીના પિતાને પણ નહોતા છોડ્યા

Bansari

સારવાર કરાવી રહ્યો હતો યુવક, અચાનક જ નર્સને ગમે ત્યાં હાથ ફેરવવા લાગ્યો પછી…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!