અમદાવાદમાં સફલ કન્સ્ટ્રકશન કંપની પર આવકવેરા વિભાગના દરોડા, એક એક ચોપડા તપાસ્યા

અમદાવાદમાં સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા. સફલ કન્સ્ટ્રક્સનની ઓફિસોમાં આવકવેરા વિભાગની ટીમ હિસાબી ચોપડાઓની તપાસ કરી રહી છે. આઈટીના 15થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે. મિર્ચ મસાલા પાસે આવેલી ઓફિસમાં દરોડા પડ્યા છે.

તો દરોડાની કાર્યવાહી દરમિયાન સફલ કંપનીના કેટલાક લોકોએ કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તો જીએસટીવીના રિપોર્ટરનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો. નોટબંધી બાદના નાણાકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી છે. કમ્પ્યુટની હાર્ડ ડ્રાઈવ અને ચોપડાઓની તપાસ કરવામાં આવી રહી છે. નાણાકીય ગેરરીતિની શંકાને લઈને આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter