GSTV
Home » News » Amazon-Flipkart જેવી ઈ-કોમર્સ કંપનીઓને ગ્રાહકોને આડેધડ ડિસ્કાઉન્ટ આપવું પડ્યું ભારે, EDએ શરૂ કરી તપાસ

Amazon-Flipkart જેવી ઈ-કોમર્સ કંપનીઓને ગ્રાહકોને આડેધડ ડિસ્કાઉન્ટ આપવું પડ્યું ભારે, EDએ શરૂ કરી તપાસ

ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ – ફેમાનો ભંગ થયા મુદ્દે એન્ડોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈ-કોમર્સ કંપનીઓ- એમેઝોન અને ફ્લિપકાર્ટ સામે તપાસ કરે એવો આદેશ દિલ્હી હાઈકોર્ટે આપ્યો હતો. ઈડીએ બંને કંપનીઓ સામે તપાસ શરૃ કર્યાની સ્પષ્ટતા કરી હતી.

ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ ભારતના ફોરેન એક્સચેન્જ કાયદાનો ભંગ કરે છે એવી ફરિયાદ એક સ્વૈચ્છિક સંગઠને કરી હતી. તે સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટે ઈડીને તપાસ કરવાનો આદેશ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે જો ફેમાના કાયદાનો આ બંને કંપનીઓ ભંગ કરતી હોય તો બંનેની સામે તપાસ કરો.

જવાબમાં ઈડીએ સ્પષ્ટતા કરી હતી કે બંને કંપનીઓ સામે ફેમા અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી છે. ઈડીના પ્રતિનિધિએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે કંપનીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

અગાઉ કોર્ટે સરકારને ખુલાસો કરવાનો નિર્દેશ કર્યો હતો. ફરિયાદમાં કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દે ખુલાસો કરવાની માગણી થઈ હતી. એ અરજીને સ્વીકારીને કોર્ટે પણ સરકારને યોગ્ય પગલાં ભરવાનું સૂચન કર્યું હતું. ફરિયાદમાં એવો ય આરોપ હતો કે આ બંને કંપનીઓએ બીજી ગ્રુપ કંપનીઓ બનાવીને કાયદાની છટકબારીનો ઉપયોગ શરૃ કર્યો છે. આ બંને કંપનીઓ ડિસ્કાઉન્ટ અને નફાને વહેંચીને ફેમાનો ભંગ કરે છે.

Related posts

ઈસાઈ મિશનરીની શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થિનીઓ માટે અસુરક્ષિત : મદ્રાસ હાઈકોર્ટ

Mayur

ઈમરાન ખાનને પરેશ રાવલનો ‘બાબુ રાવ’ સ્ટાઈલ જવાબ, આખુ વર્ષ ‘મોદી મોદી’ ભણ્યા અને પરિક્ષામાં અમિત શાહ પૂછાઈ ગયું

Bansari

રઘવાયા પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવતા, લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!