GSTV

દોહામાં તમામ મહિલા પેસેન્જરોના કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરાવાઈ, ઓસ્ટ્રેલિયામાં જોરદાર વિરોધ

કતારની રાજધાની દોહાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે સવારે હોબાળો મચી ગયો હતો. એરપોર્ટના લેડિઝ ટોયલેટમાં એક નવજાત બાળકની લાશ મળતાં એરપોર્ટ ઑથોરિટીએ ઓસ્ટ્રેલિયા તરફ જઇ રહેલી કતાર એરવેઝની ફ્લાઇટ QR908 રોકીને તમામ મહિલા ઉતારુઓના વસ્ત્રો કઢાવીને તપાસ કરી હતી.

લેડિઝ ટોયલેટમાં એક નવજાત બાળકનો મૃતદેહ

આ મુદ્દે ભારે હોબાળો મચી ગયો હતો. ઓસ્ટ્રેલિયન સરકારે પણ આ ઘટનાનો જોરદાર વિરોધ કર્યો હતો. આ ઘટના 23મી ઓક્ટોબર શુક્રવારે સવારે બની હતી. ફ્લાઇટ નંબર QR908 સવારે સાડા આઠ વાગ્યે કતારના હમા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સિડની જવા રવાના થવાની હતી. એ સમયે કોઇએ એરપોર્ટ ઑથોરિટીનું ધ્યાન ખેંચ્યું હતું કે લેડિઝ ટોયલેટમાં એક નવજાત બાળકનો મૃતદેહ પડ્યો હતો.

મહિલાઓને નિર્વસ્ત્ર કરી હતી

એરપોર્ટ ઑથોરિટીએ સિડની જતી ફ્લાઇટની તમામ મહિલાઓને અટકાવી હતી અને કોને સુવાવડ આવી હતી એ ચેક કરવા મહિલાઓને નિર્વસ્ત્ર કરી હતી. આ મહિલાઓ વિમાનમાં બેસી ચૂકી હતી. તેમને વિમાનમાંથી ઊતારવામાં આવી અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરેક મહિલાને નિર્વસ્ત્ર કરીને ચેક કરાયું હતું. ઓસ્ટ્રેલિયન સરકારે આ ઘટનાનો સત્તાવાર વિરોધ નોંધાવ્યો હતો.

34 જણમાં 13 મહિલાઓ હતી

ફ્લાઇટ નંબર QR908માં કુલ 34 ઉતારુ હતા. એમાંના એકે ઓસ્ટ્રેલિયન અખબાર ગાર્ડિયન ઓસ્ટ્રેલિયાને જણાવ્યું હતું કે અમારા 34 જણમાં 13 મહિલાઓ હતી. એ બધાંને વિમાનમાંથી ઊતારીને લેડી ડૉક્ટરે તમામ મહિલાને નિર્વસ્ત્ર કરીને તપાસ કરી હતી કે કઇ મહિલાને સુવાવડ આવી હતી. જો કે 13માંની એક પણ મહિલાએ બાળકને જન્મ આપ્યો નહોતો. આ મહિલાઓ વિમાનમાં પાછી ફરી ત્યારે ખૂબ અપસેટ હતી. ઓસ્ટ્રેલિયન સરકારે વિરોધ કર્યો ત્યારે હુમા એરપોર્ટના સત્તાવાળાએ એવો દાવો કર્યો હતો કે અમે તપાસ કરી એમાંની એક પણ મહિલાએ વિરોધ કર્યો નહોતો. આ એક રુટિનચેકપ હતું.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!