GSTV
ANDAR NI VAT

કેન્દ્રીય તપાસ એજન્સીઓ મારી સરકાર વિરુદ્ધ કામ કરી રહી છેઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આરોપ મૂક્યો છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ ભાજપના ઈશારે મારી સરકાર વિરુદ્ધ કામ કરી રહી છે. જ્યાં જયાં ભાજપની સરકાર નથી તે બધા જ રાજ્યો રડાર પર છે. સત્તા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા અને કર્ણાટક પછી એ જ દ્રશ્ય મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે.

રિસોર્ટ પોલિટિક્સ પર તેમણે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં દરેક પાર્ટીના પોતપોતાના ઉમેદવાર હતા પરંતુ મહારાષ્ટ્રમાં બિલકુલ અલગ ઘટના ઘટી છે. ત્યાં ભાજપે શિવસેનાના ધારાસભ્યોને ઉઠાવી લીધા છે. પહેલાં તેમને સુરત અને ત્યારબાદ ગુવાહાટી લઈ જવામાં આવ્યા. આ ઘટના પ્રજાતંત્રની હત્યા છે. છત્તીસગઢમાં સેન્ટ્રલ એજન્સીઓ સક્રીય બની છે. રાજસ્થાનના મુખ્યમંત્રીના ભાઈ પર પડેલા ઈડીના દરોડા મારા માટે પણ એક સંકેત છે.

તેમણે કહ્યું કે પ્રજાતંત્રની હત્યા થઈ રહી છે. કોંગ્રેસની ઓફિસમાં કાર્યકરો, પદાધિકારીઓ અને મુખ્યમંત્રીને જવા દેવામાં આવતા નથી. જે કર્મચારીઓ રોજ ત્યાં જાય છે તેમને પણ અટકાવવામાં આવી રહ્યા છે. કાર્યાલયમાં ઘૂસીને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું.

પ્રજાતંત્રમાં રાજકીય પક્ષો નહીં રહે તો પ્રજાતંત્ર પણ નહીં રહે. ભૂપેશ બઘેલના ઈન્ટરવ્યૂના આ અંશો દેશમાં જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તીવ્ર બનતી જતી લડાઈનો સંકેત આપે છે.

READ ALSO

Related posts

બિહાર ભાજપના નેતા સુશીલ મોદીએ હતાશામાં આ શું બાફી માર્યું?

Binas Saiyed

નીતીશકુમારને પીએમ પદના સપનાં દેખાડતા તેજસ્વીને મુખ્યમંત્રી બનવાની ઉતાવળ

Hardik Hingu

કયા-કયા નેતા 2024માં નરેન્દ્ર મોદી સામે પડકાર બની શકે છે?

Binas Saiyed
GSTV