GSTV
Gujarat Government Advertisement

આ ત્રણ પ્લાનમાં કરો Invest બની જશો કરોડપતિ, તમારા બાળકોને ભવિષ્યમાં પણ નહીં રહે પૈસાની કમી

Invest

Last Updated on September 19, 2020 by

નાણાંકીય રીતે સુરક્ષિત રહેવા માટે હવે મોટાભાગના લોકો પોતાની બચત માટે નવા નવા રસ્તાઓ શોધવા લાગ્યા છે. જેથી ભવિષ્યમાં નાણાંકીય જરૂરીયાતો સામે પહોંચી શકાય. એવામાં એ પણ જરૂરી છે કે પોતાની સાથે સાથે બાળકોને પણ નાણાંકીય રૂપથી સુરક્ષિત કરવામાં આવે. બાળકો માટે રોકાણ કરવામાં વધારે સાવધાની રાખવી જોઈએ. જલ્દીમાં રોકાણ (Invest) કરવાની જગ્યા પર ઠંડા મગથી પ્લાનિંગ કરવી જોઈએ. તમારા બાળકોના ભવિષ્ય માટે અમુક સ્કીમો કામમાં આવે તે આ પ્રમાણે છે…

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) દ્વારા પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે રોકાણ કરી શકાય છે. PPF પણ પરંપરાગત અને લોકપ્રિય રોકાણના માધ્યમ છે. બાળકોના નામ પર પીપીએફ ખાતુ તેમની માતા, પિતા પણ ખોલાવી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પીપીએફ એકાઉન્ટ ખોલી શકાય છે. પીપીએફ પર વર્તમાનમાં વ્યાજ દર 7.1 ટકા છે. પીપીએફ ખાતાનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષનો છે. વર્ષમાં તેમાં 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવી શકે છે.

Invest

જો તમે 1.50 લાખ રૂપિયાથી વધુનુ રોકણ કરો છો તો તેની રકમ પર તમને વ્યાજ નહીં મળે. જો તમારા બે બાળકો છે તો અલગ અલગ પીપીએફ ખાતું ખોલીને 3 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવામાં આવી શકે છે. 15 વર્ષ બાદ તમે ખાતામાંથી સંપૂર્ણ રકમ એક સાથે ઉપાડી શકો છો. ત્યાર બાદ 5-5 વર્ષ માટે તેને વધારી શકાય છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (ETF)

Invest

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કોઈ પણ અન્ય રોકાણ વિકલ્પના મુકાબલે લોન્ગ ટર્મમાં વધારે રિટર્ન આપી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા હપ્તામાં રોકાણ કરી શકો છો. જો તમે પ્રોફેશનલ નાણાંકીય સલાહકારની મદદ લો તો મ્યચ્યુઅલ ફંડમાં લાંબા ગાળામાં રોકાણથી વધારે ફાયદાની સંભાવના વધી જાય છે. બાળકોની જરૂરત માટે જો 10 વર્ષ બાદ પૈસાની જરૂર હોય તો સારૂ રહેશે કે રોકાણ લાર્જકેપ ફંડોમાં કરવામાં આવે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, 10 વર્ષની ઉંમર સુધી કોઈ પણ છોકરીના માતા-પિતા અથવા કાયદાકીય વાલી આ ખાતુ ખોલાવી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું કોઈ પણ સરકારી બેન્ક અને પોસ્ટ ઓફિસ બ્રાન્ચમાં ખોલી શકાય છે. હાલ તેના પર વ્યાજ દર 7.6 ટકા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્ષિક ઓછામાં ઓછા 250 જમા કરી શકાય છે. યોજના હેઠળ વાર્ષિક મહત્તમ 1.50 લાખ રૂપિયા જમા કરવામાં આવે છે.

Invest

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રોકાણ ઈનકમ ટેક્સ એક્સની ધારા 80C હેઠળ ટેક્સ છુટના લાભ પણ આપવામાં આવી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતુ ખોલ્યાના દિવસથી 15 વર્ષ પુરા થવા સુધી રોકાણ કરવામાં આવી શકે છે પરંતુ આ ખાતું 21 વર્ષ જુનુ થવા પર મેચ્યોર થઈ જાય છે. ખાતાના 15 વર્ષ પુરા થયા બાદથી 21 વર્ષ સુધી ખાતામાં તે સમયનું નક્કી કરેલ વ્યાજના હિસાબથી પૈસા ભેગા થતા રહેશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?

Pravin Makwana

નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!