GSTV
Finance Trending

રિટાયરમેન્ટ પ્લાન કરી રહ્યા છે તો આ યોજનાઓ પર કરો ભરોસો

કોરોના વાયરસના આ યુગમાં, સમગ્ર વિશ્વમાં આર્થિક સુસ્તીનો માહોલ છે. દરમિયાન, ઘણા રોકાણકારો વધુ સારા રોકાણની શોધમાં ભટકી રહ્યા છે. જો તમે પણ વધુ સારા રોકાણની શોધમાં છો તો અમે તમને કેટલીક સરકારી યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ. જ્યાં રોકાણ કરીને તમે વૃદ્ધાવસ્થામાં પણ એક સારી આવક મેળવી શકો છો.

અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજના (APY) એ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટેની સરકારી પેન્શન યોજના છે. આમાં રોકાણકારોને નિવૃત્તિ પછી 1,000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીની ગેરેંટીડ માસિક પેન્શન મળે છે. અટલ પેન્શન યોજના ઈન્ડિયા પોસ્ટની તમામ શાખાઓ હાજર છે. કેટલીક બેંકો પણ આ સુવિધા પૂરી પાડે છે. ફક્ત 18 થી 40 વર્ષના લોકો જ અરજી કરી શકે છે.

PM કિસાન મહાધન યોજના

મોદી સરકારે ખેડૂત પેન્શન યોજના કિસાન માનધાન યોજના પણ શરૂ કરી છે. આ યોજના હેઠળ નોંધાયેલા ખેડુતોને 60 વર્ષની ઉંમર બાદ ઓછામાં ઓછું 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. જો કોઈ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે, તો તેણે દર મહિને 55 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે આ યોજનામાં 30 વર્ષની વયે જોડાઓ છો, તો 110 રૂપિયા અને 40 વર્ષની ઉંમરે જોડાવો છો તો મહિને 200 રૂપિયા ભરવાનાં રહેશે. પીએમ કિસાન માનધનમાં જેટલાં ખેડુતો પ્રીમિયમ ચૂકવશે, તેટલાં જ ખેડૂતના ખાતામાં સરકાર પણ જમા કરે છે.

PM શ્રમ યોગી માનધન યોજના

મોદી સરકારે અસંગઠિત ક્ષેત્ર માટે વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા માટે પીએમ શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે. આ યોજનામાં દર મહિને ખૂબ ઓછા પૈસા જમા કરવા પર, 60 વર્ષની વય પછી, માસિક પેન્શન 3000 થી 36,000 રૂપિયા વાર્ષિક મળે છે. આ યોજના અંતર્ગત, કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની છે, તેમાં જોડાઈ શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજના દ્વારા અત્યાર સુધીમાં લગભગ 45 લાખ લોકોને જોડવામાં આવ્યા છે.

PM સ્મોલ બિઝનેસ માનધન યોજના

મોદી સરકારે નાના વેપારીઓ માટે આ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, 60 વર્ષની વય પૂર્ણ કર્યા પછી 3,000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે.

READ ALSO

Related posts

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu
GSTV