GSTV

પોસ્ટની આ સ્કીમોમાં પૈસા લગાવનાર માટે મોટી ખબર! બદલાઈ ગયા છે આ નિયમો, વાંચી લો ક્યાંક ન આવે પસ્તાવવાનો વારો

પોસ્ટ

Last Updated on September 18, 2020 by Arohi

પોસ્ટ વિભાગે દેશભરના પોસ્ટ ઓફિસના અધિકારીઓને આદેશ કર્યો છે કે પીપીએફ, એનએસસી, કેવીપી સહિત પોસ્ટ ઓફિસની દરેક સ્મોલ સેવિંગ્સ સ્કીમના ક્લેમને લેવા માટે રૂબરુ જવું જરૂરી નથી. તેના માટે અમુક ડોક્યુમેન્ટ બતાવીને પણ કામ થઈ જશે. પોસ્ટ વિભાગે જણાવ્યું કે આઈડી પ્રુફ અને એડ્રેસ પ્રુફ KYC માસ્ટર સર્કુલર દ્રારા નક્કી ફોર્મેટમાં હોવું જોઈએ.

નવા સર્કુલર અનુસાર જો વિટનેસના સહીં કરેલી સેલ્ફ અટેસ્ટેડ આઈડી પ્રુફ અને એડ્રેસ પ્રુફ ક્લેમ ડોક્યુમેન્ટની સાથે અટેચ છે તો પોસ્ટ ઓફિસ ક્લેમ સ્વીકાર કરવાથી ઈનકાર ન કરી શકે.

પોસ્ટ

પોસ્ટ વિભાગે દરેક પોસ્ટ ઓફિસને આ આદેશ આપ્યો છે. સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે તેમાં નોમિની/ દાવેદારોથી પોસ્ટ વિભાગને એવી ફરીયાદો મળી રહી છે કે મૃત વ્યક્તિઓના PPF અથવા કોઈ અન્ય નાની બચત યોજનાના ક્લેમ લેવા માટે પોસ્ટ ઓફિસના અધિકારી 2 ગવાહ પોસ્ટ ઓફિસમાં બોલાવવા કહે છે. તેને જોતા પોસ્ટ વિભાગે આ સૂચન કર્યું છે.  

ઓળખ પત્ર માટેના ડોક્યુમેન્ટ્સ

આધાર કાર્ડ, પેન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, ફોટોની સાથે રાશન કાર્ડ, પોસ્ટ ઓફિસ આઈડી કાર્ડ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કોઈ પણ ઓળખ પત્ર, મનરેગા જોબ કાર્ડ.

પોસ્ટ

એડ્રેસ પ્રુફ માટે ડોક્યુમેન્ટ્સ

આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, ફોટોની સાથે રાશન કાર્ડ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ કોઈ પણ ઓળખ પત્ર જેના પર એડ્રેસ લખેલુ હોય, જે કંપનીમાં કામ કરતા હોય તેની સેલેરી સ્લિપ, નેશનલ પોપુલેશન રજીસ્ટર દ્વારા જાહેર લેટર જેમાં નામ, એડ્રેસ, વિજળીનું બિલ, પીણીનું બિલ, ગેસ બિલ વગેરેની જાણકારી હોય.  

પ્રોપર્ટી ટેક્સ રસીદ, કોઈ સરકારી અથવા માન્યતા પ્રાપ્ત પ્રાઈવેટ કંપની અને બેન્ક દ્વારા જાહેર લાયસન્સ એગ્રીમેન્ટ, પોસ્ટ ઓફિસની પાસબુક, બેન્ક એકાઉન્ટની પાસબુક, બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ.

Read Also

Related posts

ગુજરાત માટે ગૌરવની વાત: આઝાદી બાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી મેચ અમદાવાદમાં યોજાઇ હતી, મેજર ધ્યાનચંદને ટિકિટ માટે લાઇનમાં ઉભવું પડયું હતું !

Pravin Makwana

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!