GSTV

ધ્યાન આપો/ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યુ હોય તો આ વાંચી લો, SEBIએ બદલી નાખ્યા આ નિયમો

SEBI

Last Updated on September 14, 2020 by Mansi Patel

SEBIએ શુક્રવારે એક સર્કુલર જાહેર કરી મલ્ટી-કેપ ફંડ્સ (Mulit-Cap Funds)ના વિસ્તૃત પોર્ટફોલિયો સ્ટ્રક્ચર વિશે જાણકારી આપી. આ પ્રકારની સ્કીમ્સને લાર્જ, મિડ અને સ્મોલ-કેપ્સમાં ઓછામાં ઓછુ 25 ટકા રકમ જરૂર ઈનવેસ્ટ કરવાની રહેશે. માર્કેટ કેપિટલાઇઝેશન (Market Capitalization)ના આધાર પર ટોપ 100 કંપનીઓને સ્ટોક્સ લાર્જ-કેપમાં (Large-Cap) આવે છે. ત્યાર બાદના બીજા 150 સ્ટોક્સ મિડ-કેપ્સ (Mid-Caps) અને આવતા 250 સ્ટોક્સ સ્મોલ કેપ્સની શ્રેણીમાં આવે છે. હાલની સ્કીમ્સને જાન્યુઆરી 2021 સુધી તેનું પાલન શરૂ કરી દેવાનું રહેશે. ડિસ્ટેમ્બર 2020 શુધી એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા લાર્જ, મિડ અને સ્મોલ કેપ્સ શ્રેણીમાં આવતા સ્ટોક્સની નવી લિસ્ટ પબ્લિશ કરી દેશે.

શું છે હાલનો નિયમ?

વર્તમાનમાં, મલ્ટી કેપ ફંડ્સમાં એલોકેશનને લઈને સેબીના નિયમ આ નિર્ધારિત નથી કરતું કે લાર્જ, મિડ અને સ્મોલ કેપ્સમાં કેટલા ટકા રોકાણ કરવાનું છે. આ રીતના ફંડ્સને ઉચ્ચ સ્તરની ફ્લેક્સિબિલિટી આપી છે કે તે આ માર્કેટ કેપ્સને પોતાના હિસાબથી ભાગીદારીને ઓછી અથવા વધારે કરે.

આ રીતે PPFAS લોન્ગ ટર્મ ઈક્વિટી પોતાના પોર્ટફોલિયોના 35 ટકા સુધી ભાગ ઈન્ટરનેશનલ સ્ટોક્સ (International Stocks)માં રોકાણ કરે છે. જોકે નવા સર્કુલરમાં આવી કોઈ જાણકારી નથી આપવામાં આવી કે કઈ રીતે સ્ટોક્સ કઈ કેટેગરીમાં શામેલ હશે.

SEBI'

ખૂબ સારૂ પગલુ

એક્સપર્ટ્સનું કહેવું છે કે મલ્ટી-કેપને લઈને નવુ સર્કુલર તેના ખૂબ સારા લેબલને દર્શાવે છે. હાલ આ ફંડ્સમાં મોટાભાગનો ભાગ લાર્જ-કેપનું જ છે. આજ કારણ છે કે મલ્ટી-કેપ અને લાર્જ-કેપ વચ્ચે અંતર કરવું પણ મુશ્કેલ હોય છે. વર્તમાનમાં આ મલ્ટી-કેપમાં સરેરાશ 70 ટકા લાર્જ કેપ સ્ટોક્સ છે.

મિડ-કેપ માટે આ આંકડો 22 ટકા અને સ્મોલ-કેપ માટે 8 ટકા છે. જોકે, અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે નાના સમયગાળામાં મિડ અને સ્મોલ-કેપ્સમાં લિક્વિડિટીની સમસ્યા મોટી હોઈ શકે છે.

SEBI

AUM પણ થશે શિફ્ટ

હાલ મલ્ટી કેપના એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)ની વાત કરીએ તો આ 1.46 લાખ કરોડ રૂપિયાની છે. આવામાં આ સર્કુલર બાદ આશા છે કે તેમાં લગભગ 30 હજાર કરોડ રૂપિયા આવતા અમુક મહિનામાં મિડ અને સ્મોલ કેપ્સમાં શિફ્ટ થઈ જશે. સેબીએ નવા નિયમો હેઠળ આ ફંન્ડ્સના એલોકેશન 30 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી શકે છે.

Read Also

Related posts

જ્યોતિષશાસ્ત્ર/ કામ-ધંધા કઈ પણ હોય, જો નથી મળી રહી સફળતા તો તમારો બેડોપાર કરી શકે છે આ રુદ્રાક્ષ

Damini Patel

હવે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠાં જ 79 લાખ પરિવારના સભ્યોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે

Dhruv Brahmbhatt

આજથી નિયમો બદલાયા: આપના જીવન સાથે જોડાયેલા આ મહત્વના નિયમો બદલાયા, ખિસ્સા થશે થોડા વધારે ઢીલા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!