GSTV

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Last Updated on August 4, 2021 by Pravin Makwana

અથાણું દરેક પ્રકારના ભોજનમાં ચાર ચાંદ લગાવી દે છે. થાળીમાં અથાણા વગર ખાવાનું અધુરુ લાગે છે. તેથી જ તો તેનો બિઝનેસ પણ એવો છે જે દરેક સિઝનમાં ચાલે છે. જો આપ પણ કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવી રહ્યો હોવ તો, અથાણાનો બિઝનેસ કરી શકો છો. જેમાંથી આપ સારામાં સારી કમાણી પણ કરી શકો છો. આ બિઝનેસની શરૂઆત ઘરેથી જ થઈ શકે છે. આ ધંધો જ્યારે સારી રીતે ચાલવા લાગે ત્યારે આપ તેના માટે અલગ જગ્યા વિશે વિચારી શકો. તો આવો જાણીએ કઈ રીતે કરશો સારી એવી કમાણી.

10 હજાર રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ

જો આપ પણ અથાણું બનાવવાના બિઝનેસમાં જોડાવા માગો છો, તો આ ધંધો ફક્ત 10 હજાર રૂપિયામાં આપ શરૂ કરી શકો છો. તેનાથી આપને 25થી 30 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. આ કમાણી આપની પ્રોડક્ટની ડિમાન઼્ડ, પેકીંગ અને એરિયા પર નિર્ભર કરે છે. અથાણાને ઓનલાઈન, જથ્થાબંધ, રિટેલ માર્કેટ અને રિટેલ ચેનને વેચી શકો છો.

900 વર્ગફૂટનો એરિયો હોવો જોઈએ

અથાણા બનાવાનો બિઝનેસ માટે 900 વર્ગફૂટનો એરિયા હોવો જોઈએ. અથણું તૈયાર કરવુ, સુકવવુ, તેને પૈક કરવુ વગેરે માટે ખુલ્લી જગ્યા હોવી જોઈએ. અથાણાને લાંબા સમય સુધી ખરાબ થતું બચાવવા માટે અથાણાને બનાવાની વિધિમાં ખૂબ સાફ સફાઈ રાખવાની જરૂર હોય છે. જેથી લાંબા સમય સુધી તે સારી રીતે રહી શકે.

અથાણાના આ બિઝનેસમાં આટલા રૂપિયા કમાઈ શકો

અથાણાના આ બિઝનેસમાં 10 હજાર રૂપિયાના ખર્ચે આપ ડબલ કમાણી કરી શકો છો. પહેલા માર્કેટીંગમાં તમામ ખર્ચો નિકળી જશે. ત્યાર બાદ નફો જ નફો. આ નાના એવા ધંધાને મહેનત અને લગનથી નવા નવા પ્રયોગો દ્વારા મોટો બિઝનેસ બનાવી શકાય છે. આ બિઝનેસનો નફો દર મહિને મળશે અને તેમાં વધારો જ થતો જશે.

આ ધંધા માટે લાયસન્સ ક્યાંથી મળશે.

આ ધંધો શરૂ કરવા માટે લાયસન્સની જરૂર રહેશે. જેના માટે આપે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી પાસેથી લાયસન્સ લેવાનું રહેશે. આ લાયસન્સ માટે આપ ઓનલાઈન અરજી કરી શકો છો.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!