GSTV
Gujarat Government Advertisement

યસ બેંકને બચાવવા સરકારની મથામણ, આટલી બેંકો કરશે કરોડો રૂપિયાનું રોકાણ

yes bank

Last Updated on March 13, 2020 by Pravin Makwana

નાણાકીય કટોકટી સામે ઝઝૂમી રહેલા પ્રાઈવેટ સેક્ટરની યસ બેંકના બચાવવા માટે ભારતીય સ્ટેટ બેંકે પ્રસ્તાવ આપ્યો છે કે, તે LICની સાથે મળીને 5.56 ટકાની ભાગીદારી કરશે. આ ભાગીદારીમાં એસબીઆઈ 45.74 ટકા અને એલઆઈસી 9.81 ટકા ભાગીદારી રાખશે. આ ઉપરાંત HDFC Bank અને ICICI Bank પણ 6.3 ટકા અને Axis Bank તથા કોટક મહિન્દ્રા બેંક પણ 3.15 ટકાની ભાગીદારી કરશે.

3 વર્ષ માટે થશે લોક ઈન પીરિયડ

કેબિનેટ બેઠકમાં નાણામંત્રીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, રિકન્સ્ટ્રક્શન પ્લાનમાં પ્રાઈવેટ લેંડર્સ માટે લોક ઈન પીરિયડ 3 વર્ષ રહેશે. આ દરમિયાન તેઓ પોતાનો સ્ટોક 75 ટકાથી ઓછો કરી શકશે નહીં. એસબીઆઈ પણ પોતાની ભાગીદારી આ સમય દરમિયાન 26 ટકાથી ઓછી કરી શકશે નહીં.

મંત્રીમંડળે યસ બેંક માટે પુનર્ગઠન યોજના બનાવી

કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે યસ બેંકને બચાવવા માટે પુનર્ગઠન યોજના બનાવી છે. રિઝર્વ બેંકની ભલામણ દ્વારા બનાવવામાં આવેલી આ યોજનામાં ભારતીય સ્ટેટ બેંકની ભાગીદારી 49 ટકા હશે. રિઝર્વ બેંકે પાંચ માર્ચે યસ બેંક પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે અંતર્ગત યસ બેંકના ગ્રાહકો એક મહિનામાં ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકે છે. આ પ્રતિબંધ 3 એપ્રિલ સુધી લગાવેલો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!