શું તમે નવા વર્ષમાં રોકાણ કરવા માટે નવી અને સારી તક શોધી રહ્યા છો ? તો તમારી મુશ્કેલીને સરળ બનાવવા માટે અમે લઈને આવ્યા છીએ તમારા માટે સારુ રિટર્ન આપતી તકો. ખાતરીપૂર્વકવાળું વળતર મેળવવા માટે તમે ELSS ફંડ્સ, રાષ્ટ્રીય પેન્શન યોજના, યૂલિપ્સ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ જેવા સાધનોમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકો છો. તો ચાલો આ સાધનો અને ભૂતકાળમાં મળેલા વળતર પર એક નજર કરીએ.
ELSS ફંડ્સ

ELSS ફંડ્સમાં ગયા વર્ષમાં રોકાણકારોને પોતાના રોકાણ પર13.18 ટકા રિટર્ન મળ્યું હતું.

NPS

નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણકારોને છેલ્લા 5 વર્ષમાં 9.33 ટકા રિટર્ન મળ્યું હતું
યુલિપ્સ

યુલિપ્સના રોકાણકારોને છેલ્લા 3 વર્ષમાં પોતાના રોકાણ પર 8.09 ટકા રિટર્ન મળ્યું છે.
PPF

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણકારોને જાન્યુઆરીથી માર્ચ સુધીમાં વ્યાજદર 7.9 ટકા મળ્યો હતો.
સીનિયર સિટિઝન સેવિંગ સ્કિમ

આ યોજનામાં રોકાણકારોને છેલ્લા વર્ષમાં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં વ્યાજદર 8.6 ટકા મળ્યો છે.
NSC

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સમાં રોકાણકારોને પોતાના રોકાણ પર છેલ્લા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 7.9 વ્યાજદર મળ્યું હતું.
સુકન્યા સમૃદ્ધિ યોજના

મોદી સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રોકાણ કરનારને જાન્યુઆરીથી માર્ચ સુધીમાં વ્યાજદર 8.4 ટકા મળ્યું હતું.
ટેક્સ સેવિગ્સ ફિક્સ્ટ ડિપોઝીટ

ટેક્સ સેવિગ્સ ફિક્સ્ટ ડિપોજિટ હેઠળ રોકાણકારોને પોતાના રોકાણમાં વ્યાજદર 6.5 થી 7.6 ટકા મળ્યો હતો.
પેન્શન પ્લાન્સ

સરકારની પેન્શન પ્લાન્સ યોજના હેઠળ રોકાણ કરનાર રોકાણકારને જાન્યુઆરીથી માર્ચ સુધીમાં રિટર્ન 7.5 થી 9 ટકા આપવામાં આવ્યો હતો.
લાઈફ ઈન્શ્યોરન્સ

લાઈફ ઈન્શ્યોરન્સ હેઠળ રોકાણ કરનાર રોકાણકારને પોતાના પૈસા પર 20 વર્ષના પ્લાન માટે વ્યાજદર 4.5 થી 5.0 ટકા આપવામાં આવશે.
READ ALSO
- પ્રથમ દિવસે ના પૂર્ણ થયો વેક્સિન લગાવવાનો ટાર્ગેટ, 1.91 લાખ લોકોને જ લગાવવામાં આવ્યા ડોઝ
- રાજકારણીઓ નહીં સુધરે/ ગંભીર બિમારીમાં પણ રાજનીતિ કરી રહ્યુ છે આ કોંગ્રેસશાસિત રાજ્ય, મોદી સરકારથી અલગ થઈ નવો પ્લાન બનાવ્યો
- ઈતિહાસના પાને નોંધાઈ જશે આજનો દિવસ/ રસીકરણનો પ્રથમ દિવસ સફળ રહ્યો, આજે આટલા લોકોને અપાઈ કોરોનાની રસી
- JEE Main 2021: NTAએ JEE મેન પરીક્ષા માટે અરજી કરવાની તારીખો લંબાવી, ચુકી ગયા હોવ તો આ ચાન્સ જવા ન દેતા
- કોરોના વેકસીન લગાવ્યા બાદ શું કરવુ અને શું ના કરવું ? લાઈફ સ્ટાઈલ બદલવામાં જરાં પણ ઉતાવળ ન કરતા