GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આ સરકારી સ્કીમમાં જો તમે આ રીતે રોકાણ કર્યું હશે તો 64 લાખ રૂપિયા મળવાની છે ગેરંટી

RBI

પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓમાં બેંકો તરફથી મળતા વ્યાજ કરતાં વધુ વ્યાજ મળી રહ્યું છે. સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં ઘટાડો કર્યા છતાં રોકાણનો આ સૌથી સારો અને સલામત વિકલ્પ છે. વ્યાજ દરમાં ઘટાડો હોવા છતાં દિકરીઓ માટે સૌથી લોકપ્રિય સરકારી સ્કીમ સુકન્યા સમૃદ્ધિ યોજના માં હજુ પણ વધારે રૂપિયા જમા કરાવીને મેચ્યોરિટી પર લગભગ 64 લાખ રૂપિયાનું ફંડ થઈ શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે વાર્ષિક વ્યાજદર 7.6 ટકા છે. આ યોજનામાં બાળકના માતાપિતાએ ફક્ત 14 વર્ષ માટે રોકાણ કરવું પડશે. જ્યારે ખાતાની મેચ્યોરિટી અવધિ 21 વર્ષની છે. 14 વર્ષ પછીના બાકીના 7 વર્ષ દરમિયાન 14 વર્ષના ક્લોઝિંગ બેલેન્સ પર વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ મળશે. 21 વર્ષ પછી પાકતી મુદતે પૂરી રકમ મળશે.

21 વર્ષ બાદ પાકતી મુદતે મળશે આવક

હાલમાં વર્તમાન ત્રિમાસિક ગાળા માટે SSY સુકન્ય સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યા છે. ધારો કે જો આ વ્યાજ દર જળવાઈ રહે અને તમે 14 વર્ષ માટે વાર્ષિક રૂ. 1.50 લાખનું રોકાણ કરો છો તો 14 વર્ષમાં 7.6 ટકા વાર્ષિક કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) હિસાબે આ રકમ 3798225 રૂપિયા થઈ જશે. આ પછી 7 વર્ષ માટે વાર્ષિક 7.6 ટકાનું કમ્પાઉન્ડિંગ વળતર મળશે. 21 વર્ષ એટલે કે પરિપક્વતા સમયે આ રકમ આશરે રૂ. 63,42,589 પર રાખવામાં આવી છે.

ટેક્સમાં છૂટછાટનો મળશે લાભ

સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ઓછામાં ઓછું રૂપિયા 250 અને વધુમાં વધુ વાર્ષિક 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રોકાણ આવકવેરા કાયદા પ્રમાણે કલમ 80 સી હેઠળ કર મુક્તિ મેળવી શકાય છે. જો તમારી દિકરી 18 વર્ષની થઈ જાય છે અને તેને આગળ ભણવા અથવા તેના લગ્ન માટે પૈસાની જરૂરિયાત ઊભી થાય તો તમે જમા કરાવેલી રકમના 50 ટકા સુધી ઉપાડી પણ શકાય છે.

તમારા 100 ટકા રોકાણ પર સરકાર દ્વારા સુરક્ષાની ગેરંટી

ભારતમાં પોસ્ટ ઓફિસની યોજનાઓ પર તમને તમારા 100 ટકા રોકાણ પર સરકાર દ્વારા સુરક્ષાની ગેરંટી આપવામાં આવે છે. આ યોજનામાં એકવાર તમારું વ્યાજ લોક થઈ જાય તે પછી તે મુજબનું વળતર તમને મળશે. બીજી તરફ બેંકમાં ફક્ત 5 લાખ સુધી જમા પર જ વીમો મળે છે. એટલે કે, જો બેંક કોઈ કારણસર ડૂબી જાય છે, તો તમારા ફક્ત 5 લાખ રૂપિયા સુરક્ષિત માનવામાં આવશે.

READ ALSO

Related posts

રસોઈ બનાવવી અને કાર ચલાવવુ ટૂંક સમયમાં થશે સસ્તુ, મોદી સરકાર કરી રહી છે આ મોટી તૈયારી

Ankita Trada

જે શાસનમાં કૂટનીતિનો સમાવેશ થતો હોય તે શાસનનો અંત નક્કી

Nilesh Jethva

ચીનને વધુ એક ઝટકો, યોગી સરકારે આ પ્રોજેક્ટનું ટેન્ડર કરી દીધું રદ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!