GSTV

દરરોજ ફક્ત 18 રૂપિયા જમા કરીને મેળવો 77 લાખ રૂપિયા, આ પ્લાન તમને બનાવી દેશે માલામાલ

Last Updated on December 13, 2019 by pratik shah

મોંઘવારીના આ દોરમાં પોતાના પરિવારની દરેક ઇચ્છા પૂરી કરવી મુશ્કેલ બની જાય છે. ઘણીવાર આપણે રૂપિયા બચાવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ કોઇને કોઇ કારણે તે ખર્ચાઇ જાય છે. તેવામાં અમે તમને એવો પ્લાન જણાવી રહ્યાં છીએ જેના માધ્યમથી તમે દરરોજ માત્ર 18 રૂપિયા રોકીને 77 લાખથી વધુ રૂપિયા જમા કરી શકો છો. આ પ્લાનમાં ઘણાં ધનાઢ્યોએ પણ રોકાણ કર્યુ છે.

જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં દરરોજ 18 રૂપિયા એટલે કે મહિનાના 540 રૂપિયા રોકશો તો તમે ફક્ત 30 વર્ષમાં 77.4 લાખ રૂપિયાનું ફંડ મેળવી શકો છો. ઘણાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોને એક વર્ષમાં 18 ટકા રિટર્ન મળ્યું છે. જો તમે 30 વર્ષ સુધી એસઆઇપીમાં દર મહિને 540 રૂપિયા રોકશો તો દર વર્ષે 18 ટકાના દરે રિટર્ન મળે, તો તમારી પાસે 77.4 લાખ રૂપિયા ભેગા થઇ જશે.

આ પ્લાનમાં તમે એક લાખ 94 હજાર રૂપિયા રોકાણ કરો છો, જ્યારે 18 ટકાના રિટર્નના હિસાબે તમને 30 વર્ષ બાદ 77.4 લાખ રૂપિયા મળી જશે. આ રીતે તમને ઘણો નફો થશે.

આ રીતે કામ કરે છે એસઆઇપી

એસઆઇપી એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેમાં રોકાણ કરવાથી તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ પણ મળે છે. એટલે કે પહેલા મહિનાનો નફો આગામી મહિનાની મૂળ રકમમાં જોડાઇ જાય છે જેથી તમારુ રોકાણ વધી જાય છે અને તમારો ફાયદો પણ. જેટલા વધુ સમય સુધી તમે એસઆઇપીમાં રોકાણ કરશો, એટલો જ વધારે ફાયદો તમને મળી શકે છે. તેથી લાંબા સમય સુધી એસઆઇપી દ્વારા રોકાણ કરવાથી તમને ધન સંચય કરવામાં મદદ મળે છે.

એસઆઇપી નિયમિત રૂપે રોકાણ કરવાની એક સુલભ અને વિશ્વાસપાત્ર રીતે છે, જેના અંતર્ગત તમે 500 રૂપિયા પ્રતિમાસથી રોકાણ શરૂ કરી શકો છો. એટલે કે તમારા માસિક ખર્ચ પર કોઇ વધારાના બોજ વિના તમે તમારા સપના સાકાર કરી શકો છો.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!