GSTV

ફાયદો જ ફાયદો/ સેવિંગ સ્કીમથી કમાવવા માંગો છો મોટી રકમ તો અહીં લગાઓ પૈસા, આટલા મહિનામાં સીધું મળશે ડબલ રિટર્ન

પૈસા

Last Updated on June 6, 2021 by Damini Patel

આજકાલ દરેક ભવિષ્ય માટે રોકાણ કરી રહ્યા છે તેથી પછીથી પૈસાની મુશ્કેલી ન આવે. જો તમે પણ રોકાણની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે પોસ્ટ ઓફિસની આ ખાસ સેવિંગ સ્કીમ ફાયદાકારક હોઈ શકે છે. આ સ્કીમ દ્વારા દર મહિને સારી આવક થાય છે.સાથે જ કોઈ રીતે છૂટ આપી શકાય છે.

કિસાન વિકાસ પત્ર

પોસ્ટ

કિસાન વિકાસ પત્ર(KVP)માં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. આ યોજનામાં 6.9 ટકા વ્યાજ મળી રહ્યું છે. 2.5 વર્ષમાં તમે આ યોજનામાં રોકાણ પાછું ખેંચી શકો છો. કિસાન વિકાસ પત્ર(KVP)માં વચન આપવામાં આવ્યું છે કે આ તેમાં રોકાણ 10 વર્ષ 4 મહિના એટલે કે 124 મહિનામાં બમણું થઈ જશે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડીપોઝિટ

પોસ્ટ ઓફિસની 1 વર્ષથી લઇ 3 વર્ષ સુધીની ટાઇમ ડિપોઝિટ (TD) પર હાલ 5.5 ટકા વ્યાજ મળે છે. જો તમે તેમાં રોકાણ કરો છો, તો તમારા રૂપિયા અંદાજે 13 વર્ષમાં ડબલ થઇ જશે. આ જ પ્રકારે 5 વર્ષના ટાઇમ ડિપોઝિટ પર તમને 6.7 ટકા વ્યાજ મળશે. આ વ્યાજ દરના હિસાબથી રોકાણ કરવામાં આવે તો 10.75 વર્ષમાં તમારુ રોકાણ ડબલ થઇ જશે. પાંચ વર્ષના રોકાણ પર સેક્સન 80સી હેઠળ ટેક્સ છૂટનો પણ લાભ મળે છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

પોસ્ટ

તમને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે એનએસસી પર 6.8% વ્યાજ મળે છે. જો કે, તેનો લોક-ઇન પીરિયડ 5 વર્ષનો છે. જો તમે આજે તેમાં 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો 5 વર્ષમાં તે 1389.49 રૂપિયા થઈ જશે. એની સાથે ઇનકમ ટેક્સ એક્ટ સેક્સન 80સી હેઠળ ટેક્સમાં પણ છૂટ મળી શકે છે. મહત્તમ 1.5 લાખ સુધીનો ટેક્સનો લાભ લઇ શકાય છે.

તમને જણાવી દઈએ કે દેશની સૌથી મોટી બેન્ક SBI ફિક્સ્ડ ડિપોઝીટ પર મહત્તમ 5.40% વ્યાજ આપી રહી છે. અહીં તમને જણાવી રહ્યા છે કે ક્યાં રોકાણ કરવા પર વધુ ફાયદો થશે.

Read Also

Related posts

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari

BJPના ધારાસભ્યનું વિવાદીત નિવેદન: જોધા-અકબરના નહોતા થયાં પ્રેમલગ્ન, લુંટારાઓએ સત્તા માટે બહેન-દિકરીઓને કુરબાન કરી

Pravin Makwana

ખુશખબર: ખેતરમાંથી કોબિજ તોડવા માટે મજૂરો જોઈએ છે, એક મજૂરને મળશે વર્ષે 63 લાખ રૂપિયા, એક કલાકના 3000 રૂપિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!