GSTV
Finance Trending

Post Officeની આ સ્કીમમાં કરો રોકાણ! એક વર્ષમાં મળશે બેંકની વધારે વ્યાજ, અહીં જાણો તમામ વિગત

જો તમે પણ સુરક્ષિત અને નફાકારક રોકાણ કરવાનું ઈચ્છો છો તો તમારા માટે શ્રેષ્ઠ ઓપ્શન છે. તમે પોસ્ટ ઓફિસમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં FD કરાવવા પર તમને બીજી પણ ઘણી સુવિધા મળે છે. તેમાં તમારે નફાની સાથે સરકારી ગેરંટી પણ મળશે. તેમાં તમને ત્રિમાસિક આધાર પર વ્યાજની સુવિધા મળે છે.

રોકાણ

પોસ્ટ ઓફિસમાં FD મેળવવી સરળ

પોસ્ટ ઓફિસમાં FD મેળવવી પણ ખૂબ જ સરળ છે. ઈન્ડિયા પોસ્ટે પોતાની વેબસાઈટ પર આ જાણકારી આપી છે. આ માહિતી અનુસાર, તમે પોસ્ટ ઓફિસમાં અલગ-અલગ 1,2, 3, 5 વર્ષ માટે FD મેળવી શકો છો. ચાલો જાણીએ કે આ યોજનામાં કયા કયા ફાયદાઓ ઉપલબ્ધ છે.

  1. પોસ્ટ ઓફિસાં FD કરાવવા પર તમને ભારત સરકાર ગેરંટી આપે છે.
  2. આમાં રોકાણકારોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે.
  3. આમાં એફડી ઑફલાઇન (કેશ, ચેક) અથવા ઑનલાઇન (નેટ બેંકિંગ/મોબાઇલ બેંકિંગ) દ્વારા કરી શકાય છે.
  4. આમાં તમે 1 થી વધુ FD કરી શકો છો.
  5. આ સિવાય FD એકાઉન્ટ જોઈન્ટ થઈ શકે છે.
  6. આમાં, 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરીને, તમને ITR ફાઇલ કરતી વખતે ટેક્સમાં છૂટ મળશે.
  7. એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં સરળતાથી FD ટ્રાન્સફર કરી શકાય છે.
રોકાણ

આ રીતે ખોલો FD

પોસ્ટ ઓફિસમાં FD મેળવવા માટે, તમે ચેક અથવા રોકડ ચૂકવીને ખાતું ખોલાવી શકો છો. આમાં, ઓછામાં ઓછા 1000 રૂપિયાથી એકાઉન્ટ ખોલી શકાય છે અને મહત્તમ રકમ જમા કરવાની કોઈ મર્યાદા નથી.

FD પર ભરપૂર વ્યાજ મેળવો

આ અંતર્ગત 7 દિવસથી એક વર્ષની FD પર 5.50 ટકા વ્યાજ મળે છે. સમાન વ્યાજ દર 1 વર્ષ 1 દિવસથી 2 વર્ષની FD પર પણ ઉપલબ્ધ છે. તે જ સમયે, 3 વર્ષ સુધીની FD પર 5.50 ટકાના દરે વ્યાજ પણ મળે છે. 3 વર્ષથી એક દિવસથી 5 વર્ષ સુધીની FD પર 6.70 ટકા વ્યાજ મળે છે. એટલે કે, અહીં તમને FD પર સારો નફો મળશે.

READ ALSO:

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV