કરોડપતિ બનવા માટે રિટાયરમેંટ સુધી રાહ શા માટે જોવાની, આજકાલ ટ્રેન્ડ Early Retirementનો છે. વર્તમાન સમય યુવા પેઢી, બચત અને રિટાયરમેન્ટ પ્લાનિંગને લઇને ઘણી સજાગ છે, તે 60 વર્ષની ઉંમર સુધી કામ કરવા નથી માગતી, પરંતુ 45 કે 50 વર્ષ સુધી એટલા રૂપિયા એકઠા કરી લેવા માગે છે કે નોકરી છોડીને બાકીની જીંદગી આરામથી મજા લેતા પસાર થઇ જાય.
45 વર્ષની ઉંમરમાં કેવી રીતે બનશો કરોડપતિ
જો તમે પણ આ જ વિચારી રહ્યાં છો તો આજથી જ મ્યુચુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની શરૂઆત કરી દેવી જોઇએ કારણ કે પરંપરાગત સેવિંગ્સ સ્કીમ્સથી તમે પોતાના એગ્રેસિવ લક્ષ્યો હાંસેલ નહી કરી શકો, તેના માટે તમારે થોડુ રિસ્ક લેવુ પડશે. તમે 60ના હદલે 45ની ઉંમરમાં રિટાયર થવા માગતા હોય તો તમને રોકાણ પર વધુ રિટર્નની પણ જરૂર પડશે, તેના માટે ઇક્વિટી મ્યુચુઅલ ફંડ્સ સારો વિકલ્પ છે. કારણ કે જ્યારે તમે યુવાન હોવ છો તો તમે રિસ્ક પણ વધુ લઇ શકો છો.

જો તમે 45 અથવા 50 વર્ષની ઉંમરમાં જ 1 કરોડ અથવા 2 કરોડ રૂપિયા એકઠા કરવા માગતા હોય તો આ બે કામ કરવા પડશે.
- તમારે 20-30 વર્ષની ઉંમરમાં જ રોકાણની શરૂઆત કરવી પડશે.
- ઇનકમ વધવાની સાથે રોકાણ પણ વધારવુ પડશે.
જ્યારે તમે યુવાન હોવ તો તમારી અંદર રિસ્ક લેવાની ક્ષમતા વધુ હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો 20 વર્ષની ઉંમરમાં નોકરી અથવા કમાણી શરૂ કરી દે છે. તમે આ જ ઉંમરથી 500 રૂપિયાથી મ્યુચુઅલ ફંડ્સમાં SIP શરૂ કરી શકો છો. જેને ધીમે ધીમે વધારતા રહો. આ લોન્ગ ટર્મ રોકાણ હશે તેથી તમને શેરબજારના ચડાવ-ઉતારથી ફેર નહી પડે. સામાન્ય રીતે ઇક્વિટી મ્યુચુઅલ ફંડ્સ લાંબા સમયમાં 12થી 15 ટકા રિટર્ન આપે છે.

ઉદાહરણ નંબર 1
તો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે 25 વર્ષની ઉંમરે એસઆઈપી શરૂ કરી અને 45 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, તો તમારે એસઆઈપીમાં એક મહિનામાં 11,000 રૂપિયા એટલે કે દિવસના 367 રૂપિયા બચાવવા અને રોકાણ કરવા પડશે. ધારો કે આ 20 વર્ષના સમયગાળામાં તમને સરેરાશ 12% વળતર મળશે.
ઉંમર | 25 વર્ષ |
રિટાયરમેન્ટ | 45 વર્ષ |
રોકાણનો સમયગાળો | 20 વર્ષ |
માસિક રોકાણ | 11,000 રૂપિયા |
અંદાજિત રિટર્ન | 12 ટકા |
રોકાણની રકમ | 26.4 લાખ |
કુલ રિટર્ન | 83.50 લાખ |
કુલ રકમ | 1.09 કરોડ રૂપિયા |

ઉદાહરણ 2
માની લો કે તમે 30 વર્ષના છો અને 45 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માંગો છો, તો તમારે દરરોજ 663 રૂપિયા એટલે કે 19900 રૂપિયા મહિનામાં એસઆઈપીમાં જમા કરાવવા પડશે. તેથી જ્યારે તમે 45 વર્ષના થશો, ત્યારે તમારા હાથમાં 1 કરોડ રૂપિયા હશે. હવે તમે 25 વર્ષને બદલે 30 વર્ષમાં રોકાણ કરવાનું શરૂ કરી રહ્યા છો, તેથી તમારી રોકાણની રકમ પણ લગભગ બમણી થઈ ગઈ છે પરંતુ અંતિમ ફાઇનલ રકમ ફક્ત 1 કરોડ રૂપિયા છે. જેટલું મોડું તમે પ્રારંભ કરશો, તમને કંપાઉન્ડિંગનો લાભ ઓછો મળશે.
ઉંમર | 30 વર્ષ |
રિટાયરમેન્ટ | 45 વર્ષ |
રોકાણનો સમયગાળો | 15 વર્ષ |
માસિક રોકાણ | 19,900 રૂપિયા |
અંદાજિત રિટર્ન | 12 ટકા |
રોકાણની રકમ | 35.82 લાખ રૂપિયા |
કુલ રિટર્ન | 64.59 લાખ રૂપિયા |
કુલ રકમ | 1 કરોડ રૂપિયા |

ઉદાહરણ 3
હવે માનો કે જો તમે ફક્ત 20 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કરો તો શું થાય છે. આવી સ્થિતિમાં, તમારી પાસે રોકાણ કરવા માટે 25 વર્ષનો લાંબો સમય રહેશે, તમે કંપાઉન્ડિંગનો વધુ ફાયદો મેળવી શકશો. 45 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયા મેળવવા માટે, તમારે 5300 રૂપિયાની માસિક એસઆઈપી કરવી પડશે, એટલે કે તમારે દરરોજ 177 રૂપિયા બચાવવા પડશે.
ઉંમર | 20 વર્ષ |
રિટાયરમેન્ટ | 45 વર્ષ |
રોકાણનો સમયગાળો | 25 વર્ષ |
માસિક રોકાણ | 5300 રૂપિયા |
અંદાજિત રિટર્ન | 12 ટકા |
રોકાણની રકમ | 15.90 લાખ રૂપિયા |
કુલ રિટર્ન | 84.67 લાખ રૂપિયા |
કુલ રકમ | 1 કરોડ રૂપિયા |
Read Also
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ
- Bharat Jodo Yatra / રાહુલની યાત્રાના સમાપનમાં મોટા વિપક્ષી નેતા ગેરહાજર
- શા માટે જીતીને પણ ચિંતિત છે આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ કોણ પડી રહ્યું છે ભારે