GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

અખાત્રીજે દાગીના કરતા ગોલ્ડ બોન્ડ કે ગોલ્ડ ETFમાં રોકાણ કરાવશે વધુ લાભ,જાણો કેવી રીતે?

અખાત્રીજ પર સોનું ખરીદવું શુભ મનાય છે. પરંતુ જ્વેલર્સ આવા પ્રસંગોના નામે ગ્રાહકોને ઠગી જતા હોય છે. સોનાની શુદ્ધતા અને ઘડામણ ખર્ચ બાબતે ગ્રાહકને અંધારામાં રાખીને કમાણી કરી લેતા હોય છે. આના કરતા સારો વિકલ્પ ગોલ્ડ બોન્ડ અને ગોલ્ડ ઈટીએફ રહેશે. કેમ કે, સોનામાં સારૂ રિટર્ન મળવાના બજારના સંકેતો છે.

મોતીલાલ ઓસવાલ ફાયનાન્શિયલ સર્વિસિસના એસોસિએટ ડિરેક્ટર કિશોર નાર્નેએ જણાવ્યું કે, વિકાસ દરને પ્રોત્સાહન આપવા માટે મોટાભાગના કેન્દ્રીય બેન્ક બજારમાં રોકડની માત્રા વધી શકે છે. અમેરિકન વ્યાજ દરો યથાવત રહી શકે છે અથવા તો તેમાં ઘટાડો રહી શકે છે. જે સોના માટે સારૂ છે. આગામી બે દશકમાં આપણને સોનામાં 30 ટકા રિટર્ન મળવાની અપેક્ષા છે.

ભારતીય રિઝર્વ બેન્ક સહિત દુનિયાભરની ઘણી કેન્દ્રીય બેન્કો સોનું ખરીદવામાં સ્પર્ધા કરી રહી છે. આ સાથે વ્યાજ દરો અનુકૂળ રહેવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ મજબૂત થશે. સોનાના ભાવ પ્રતિ ઔંસ 88,026 રૂપિયાની હાલની કિંમતની સરખામણીએ 2020ના આખરમાં પ્રતિ ઔંસ 96,930 રૂપિયાને આંબે તેવી સંભાવના છે.

છેલ્લા 5-7 વર્ષમાં સોનાના ભાવમાં કોઈ ખાસ તેજી આવી નથી. છેલ્લા 5 વર્ષમાં સોના પર રિટર્ન ઘણું ઓછું છે. જો કે, વિશ્લેષકોએ ભાર આપતા કહ્યું કે, ઓછું રિટર્ન બસ એક વિક્ષેપ છે અને અન્ય એસેટ ક્લાસની જેમ સોનાની કિંમતમાં તેજી એક વાર ફરી આવશે. આ રીતે, પોતાના પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરવા માટે સોનામાં રોકાણ વધારવું સારી તક આપશે.

જો સોનામાં રોકાણ કરવું હોય તો જ્વેલરી ન ખરીદો. કેમ કે, તેના પર મેકિંગ ચાર્જ સામેલ હોય છે, સાથે જ તેની શુદ્ધતા સંબંધિત મુદ્દાઓ તો હોય જ છે. ગોલ્ડ બાર કે સિક્કા સારો વિકલ્પ છે. પરંતુ આની સાથે જ એક એ પણ મુદ્દો છે કે, ખરીદવા અને વેચવા બન્ને સમયે વધુ ટ્રાન્જેક્શન કોસ્ટ આવે છે.

પેપર ગોલ્ડ એટલે કે ગોલ્ડ બોન્ડ અને એટીએફ આ બધામાં સારો વિકલ્પ છે. ગોલ્ડ બોન્ડ કે ગોલ્ડ એટીએફમાં રોકાણ કરવું જોઈએ. જો કે, ગોલ્ડ બોન્ડમાં લિક્વિડિટી અંગે થોડી સમસ્યા છે, એટલા માટે ફક્ત એવા રોકાણકારો માટે અનુકૂળ છે, જે તેને મેચ્યોરિટી સુધી રાખવા તૈયાર હોય. લિક્વિડિટીના મુદ્દાને નજરઅંદાજ કરવામાં આવે તો ગોલ્ડ બોન્ડમાં રોકાણના ઘણાં ફાયદા છે. મેચ્યોરિટી પર ટેક્સ ફ્રી કેપિટલ ગેઈન, એસેટ મેનેજમેન્ટ ફી નથી અને અમુક વ્યાજ મળે છે. સોનામાં લાંબા સમય સુધી રોકાણ કરવા માટે ગોલ્ડ બોન્ડ સારો વિકલ્પ છે.

સોનામાં રોકાણ કરતા રોકાણકારોએ નક્કી કરી લેવું જોઈએ કે, તેમણે લાંબા સમય માટે રોકાણ કર્યું છે. સોનાના રોકાણકારોની દ્રષ્ટી દીર્ધકાલિન રોકાણ હોવું જોઈએ, કેમ કે સોનાના ભાવ તેજીથી વધે છે અને એક જ તેજીમાં તમને મોટો ફાયદો થાય છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (સીઆઈપી)માં મળતા રિટર્ન જો કે મધ્યમ સમયગાળામાં સોના પર ભારે પડે છે.

Read Also

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!