GSTV

શ્રેષ્ઠ રિટર્ન અને ટેક્સિ સેવિંગ માટે આ સ્કીમમાં કરો રોકાણ, 1 વર્ષમાં મળશે 10 ટકાથી વધુનો ફાયદો

જો તમે પણ કંઈક એવી જગ્યાએ પોતાના પૈસા લગાવવા માગો છો જ્યાં તમને શ્રેષ્ઠ રિટર્નની સાથે વધુ છૂટનો ફાયદો પણ મળે, તો તમે ટેક્સ-સેવિંગ મ્યૂતુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ મ્યૂચુઅલ ફંડની જ એક કેટેગરી છે. તેને ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે, ELSS પણ કહેવામાં આવે છે. મ્યૂચુઅલ ફંડની આ સ્કીમમાં રોકાણ કરવા પર ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ ઉછાવી શકો છો.

તેમાં ઓછો રહે છે લોક-ઈન પીરિયડ

ELSS માં 3 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે એટલે કે તમે જે પૈસા તેમાં ઈન્વેસ્ટ કરશો તે 3 વર્ષ બાદ જ કાઢી શકશો. આ આ સ્કીમનનો એક સારો ફીચર છે. આ સરકાર દ્વારા ચલાવવામા આવતી અન્ય સ્કીમ્સના લોક-ઈન પીરિયડથી ખૂબ ઓછો છે. PPF માં 15 વર્ષનો લોક-ઈન હોય છે.

લોક-ઈન પીરિયડ પૂર્ણ થયા બાદ ચાલુ રાખી શકાશે રોકાણ

ELSS રોકાણકારોને આ સુવિધા મળે છે કે, તે 3 વર્ષ પૂર્ણ થયા બાદ પણ તેમાં રોકાણને ચાલુ રાખી શકે છે અને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે પૈસા કાઢી શકે છે. આ પ્રકારનો ઓપ્શન અન્ય સ્કીમ્સમાં મળશે નહી.

500 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

ELSS માં સિસ્ટમૈટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) થકી 500 રૂપિયાથી પણ વધુના રોકાણની શરૂઆત કરી શકાય છે. તો મહત્તમની કોઈ સીમા નથી. રોકાણકારોને આ ફંડમાં બે પ્રકારના ઓપ્શન મળે છે. જેમાં પ્રથમ છે ગ્રોથ અને બીજો છે ડિવિડેંડ પે આઉટ. જ્યાં ગ્રોથ ઓપ્શનમાં પૈસા સતત સ્કીમમાં રહે છે. તો ડિવિડેન્ડ ઓપ્શનમાં કંપનીઓ સમય-સમય પર લાંભાશના રૂપમાં ફાયદો વહેંચતી રહે છે. ડિવિડેંડ ઓપ્શનવાળી યોજનામાં વર્ષમાં એક વખત ડિવિડેંટ મળી શકે છે. જોકે, કેટલીક યોજનાઓ તો વર્ષમાં ફરી એક વખત પણ વધારે ડિવિડેંટ આપ્યુ છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!