GSTV

બચત ખાતામાં ન રાખો ઇમરજન્સી ફંડની રકમ, આ છે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ

બચત

Last Updated on July 27, 2020 by Bansari

મહામારીના આ દૌરમાં દરેક વ્યક્તિ મુશ્કેલીના સમય માટે જમા રકમને પોતાના બચત ખાતામાં રાખે છે. જેથી જ્યારે ઇચ્છે ત્યારે ઉપાડ કરી શકે. પાછલા કેટલાંક સમયથી બેન્કોએ બચત ખાતા પર વ્યાજ દરો ઘટાડ્યા છે. જેથી અહીં રૂપિયા રાખવા ફાયદાનો સોદો નથી. ઇમરજન્સી ફંડ રાખવાના અન્ય કેટલાક વિકલ્પો પણ છે જ્યાં તમને વધુ રિટર્ન મળશે.

રોકાણ સલાહકારોનું કહેવુ છે કે ઘણી બેન્કો આજકાલ સ્વીપ ઇન ડિપોઝિટ યોજનાનો વિકલ્પ આપે છે. તેના અંતર્ગત તમારા બચત ખાતામાં જમા નિર્ધારિત સીમાથી વધુ રકમ આપમેળે જ એફડીમાં તબદીલ થઇ જશે.  એટલે કે જો તમારા ખાતામાં 1 લાખ રૂપિયા જમા છે અને બેન્કે 25 હજારની સીમા નિર્ધારિત કર હોય તો બાકીના 75 હજાર રૂપિયા આપમેળે જ એફડીમાં તબદીલ થઇ જશે. આ રકમ પર તમને સંબંધિત બેન્કની એફડી જેટલુ વ્યાજ મળશે અને જ્યારે ઇચ્છો ત્યારે રકમને ખાતામાંથી ઉપાડી શકો છો. જો તમે ખાતામાંથી 25 હજાર રૂપિયા ઉપાડ્યા તો હવે બાકીના 50 હજાર પર એફડીનું વ્યાજ મળશે અને 25 હજાર પર બચત ખાતાનું વ્યાજ. સામાન્ય રીતે આ ખાતામાં એફડીની સમય મર્યાદા 1 વર્ષની હોય છે અને ખાતામાં જમા રકમ પર પણ દરેક બેન્કના નિયમો અલગ હોઇ શકે છે.

લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ…

મ્યુચ્યુઅલ ફંડ અંતર્ગત આવતા લિક્વિડ ફંડમાં પણ બચત ખાતામાંથી વધુ વ્યાજ મળે છે. જોખમ ખૂબ જ ઓછુ હોવાથી ઓછા સમય માટે રોકાણ કરનારાઓનો આ મનપસંદ વિકલ્પ છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે ખાતામાંથી જમા રકમમાંથી કેટલી પણ રકમ ઉપાડી શકો છો. તેમાં એન્ટ્રી અને એગ્ઝિટ લોક નથી લાગતો. પરિણામે તેમાં રૂપિયા ઉપાડવા પર કોઇ ચાર્જ નથી આપવો પડતો. તેથી તે લોકપ્રિય છે. મોટભાગના લિક્વડ ફંડમાં 5 ટકા સુધી વ્યાજ મળે છે. કેટલાંક ફંડ એફડી જેટલુ વ્યાજ આપે છે.

એફડીમાં પણ કરો રોકાણ

ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે એફડીમાં રોકાણ હંમેશાથી પહેલી પસંદ છે. બેન્કોની એફડીમાં હજુ પણ બચત ખાતા કરતાં વધુ વ્યાજ મળે છે. આજકાલ ઘણી બેન્ક નિશ્વિત સમય પહેલા એફડી તોડવા પર કોઇ ચાર્જ નથી લેતી. મોટાભાગની બેન્કોની એફડીના વ્યાજ દર હજુ પણ 3થી 5.75 ટકા સુધી છે. જો તમે બેન્કના બચત ખાતામાં 2 લાખ રૂપિયા જમા કર્યા છે તો એક વર્ષ માટે 2.7 ટકાના દરે 5400 રૂપિયા વ્યાજ મળશે. 5 ટકાની એફડી 10 હજાર રૂપિયા વ્યાજ આપશે. તમારુ રિટર્ન 85 ટકા વધી જશે. પરિણામે એફડી સમજદારીનો નિર્ણય છે.

આ વાતોનું રાખો ધ્યાન

જોખમવાળા ફંડમાં રોકાણ ન કરો.

રોકાણ માટે પહેલા એફડી વિશે બેન્ક પાસેથી તમામ જાણકારી લઇ લો.

ધ્યાન રહે, ઇમરજન્સી ફંડ રૂપિયા કમાવા માટે નહી પરંતુ મુશ્કેલીના સમય માટે છે.

રિટર્ન પર ટેક્સની ગણતરી જરૂર કરો…

ઇમરજન્સી ફંડને સુરક્ષિત રાખવુ સૌથી જરૂરી પગલુ છે, જો સુરક્ષા સાથે રિટર્ન મળે તો એફડી અથવા લિક્વિડ ફંડમાં જરૂર રોકાણ કરવુ જોઇએ. જો કે દરેક રોકાણકારે તેને મળતા રિટર્ન પર પોતાની આવક અનુસાર ટેક્સની ગણતરી જરૂર કરવી જોઇએ.

Read Also

Related posts

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel

ત્રીજી લહેર સામે સરકાર એલર્ટ / રાજ્યમાં કુલ 1.10 લાખ ઓક્સિજન સાથેના બેડ રખાશે તૈયાર, 30 હજાર ICU બેડનું આયોજન

Dhruv Brahmbhatt

ગુજરાતના આ શહેરમાં થશે ઉમિયા માતાના ભવ્ય મંદિરનું નિર્માણ, કરાશે અધધ 1500 કરોડનો ખર્ચ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!