GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કેન્દ્ર સરકારની આ 4 યોજનાનો લાભ લો, વેપારીઓ સહિત ખેડૂતોને પણ 60 વર્ષ બાદ પેન્શન ચાલુ થશે

રોકાણ

કોરોના વાયરસ લોકડાઉનથી આખી દુનિયાની આર્થિક હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. દેશમાં ખેડૂતો, મજૂરો માટે ઘણા પ્રકારની સ્કીમ્સ કેન્દ્ર સરકારે શરૂ કરી છે. એવી જ રીતે કેન્દ્ર સરકારે વૃદ્ધા વસ્તા માટે અમુક સ્કીમ્સ લોન્ચ કરી છે. જેમાં આજે થોડું રોકણ કરવા પર વૃદ્ધા વસ્તામાં થોડો લાભ મળશે.

રોકાણ

જાણો કેન્દ્ર સરકારની સ્કીમ્સ

અટલ પેન્શન યોજના

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અટલ પેન્શન યોજના લોન્ચ કરી છે. સરકારે 2015માં આ પેન્શન યોજનાની શરૂઆત કરી હતી જેથી અસંગઠિત સેક્ટરના કર્મચારી ભવિષ્ય માટે અમુક પૂંજી જોડી શકે. ઉંમર અને પ્લાનના હિસાબથી કોઈ પણ વ્યક્તિ આ યોજનામાં ઓછામાં ઓછુ 42 રૂપિયા મહિનાથી લઈને 1,318 રૂપિયા મહિના સુધી જમા કરાવી શકે છે. જો તમે 18 વર્ષના છો તો તમને 60 વર્ષમાં 1,000 રૂપિયા માસિક પેન્શન જોઈએ તો તેના માટે દર મહિને 42 રૂપિયા આપવાના રહેશે.

ત્યાં જ કોઈ વ્યક્તિ 22 વર્ષની ઉંમરમાં આ યોજના સાથે જોડાય છે અને રિટાયરમેન્ટ બાદ 1,000 રૂપિયા માસિક પેન્શન માંગે છે તો તેને દર મહિને 59 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ જ રીતે જો કોઈ વ્યક્તિ 5,000 રૂપિયા પેન્શન લેવા ઈચ્છો છો તો તેને 292 રૂપિયા મહિને જમા કરાવવાના રહેશે. 60 વર્ષની ઉંમરથી તમને APY હેઠળ પેન્શન મળવાનું શરૂ થઈ જશે.

પીએમ શ્રમયોગી માનધન યોજના

સરકારે આ પેન્શન સ્કીમની શરૂઆત વર્ષ 2019માં કરી હતી. તેમાં તમને 60 વર્ષ બાદ 3,000 રૂપિયા માસિક પેન્શન મળશે. આ સ્કીમ દ્વારા અત્યાર સુધી 43.7 લાખ લોકો જોડાઈ ચુક્યા છે.

રોકાણ

પીએમ કિસાન માનધન યોજના

18 વર્ષથી લઈને 40 વર્ષમાં કોઈ ખેડૂત આ યોજનાનો ભાગ બની શકે છે. આ યોજનામાં પણ માસિક 3,000 રૂપિયા પેન્શન મળશે. અત્યાર સુધી ઘણી સ્કીમથી 20 લાખ ખેડૂતો જોડાઈ ચુક્યા છે.

પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજના

ખેડૂતોની જેમ જ મોદી સરકારે નાના વ્યાપારીઓ માટે પેન્શન પ્લાન શરૂ કર્યા છે. તેમાં વ્યાપારીને 60 વર્ષની ઉંમર બાદ 3,000 રૂપિયા માસિક પેન્શન મળશે.

Read Also

Related posts

એક કોરોના પોઝિટીવ મહિલાએ ભારતના પડોશી દેશના 7.50 લાખ લોકોને ઘરમાં પૂરી દીધા, દેશ 21 દિવસ માટે બંધ

Pravin Makwana

પંચમહાલના દેવ ડેમના બે ગેટ ખોલવામાં આવતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ, મોરબીનો રાજાશાહી ચેકડેમ ઓવરફલો

Nilesh Jethva

અહીં રાજાની સામે કપડા પહેર્યા વગર નાચે છે યુવતીઓ, બાદમાં રાજા પસંદ કરે છે મનપસંદ રાણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!