GSTV
Gujarat Government Advertisement

કોરોનાએ લોકોમાં રોકાણનો રસ બગાડ્યો, પરંતુ જો તમે અહીંયા રોકાણ કરશો તો સુરક્ષાની સાથે મળશે તગડું વળતર

Last Updated on June 30, 2020 by pratik shah

કોરોનાના ડરને બહાર કાઢીને સરકારે અનલોક -1 (Unlock-1)શરૂ કરી દીધું છે. લોકોએ કાળજીપૂર્વક ઘરની બહાર નીકળવાનું શરૂ કરી દીધું છે. તેથી હવે અમે રોકાણના સલામત સાધન શોધવાનું શરૂ કર્યું છે, કારણ કે બાળકોના શિક્ષણ, લગ્ન, વૃદ્ધાવસ્થા અથવા અન્ય કોઈ હેતુ માટે બચત તો કરવી જ પડશે. સલામતીની સાથે તમારે ક્યાં રોકાણ કરશો તો તમને સારું વળતર પણ મળશે. તેના વિશે જણાવીશું.

સોનું છે ઉત્તમ

સોનાને રોકાણકારો માટે સલામત વિકલ્પ માનવામાં આવે છે, જે અનિશ્ચિતતા અથવા ભયના વાતાવરણમાં ખૂબ ઉપયોગી વિકલ્પ સાબિત થાય છે. છેલ્લા 3 મહિના દરમિયાન, ભારત જ નહીં પણ વિશ્વના લગભગ તમામ દેશોમાં કોવિડ -19નો પ્રકોપ છે. તો પણ, જો તમે સોનાનો દર જોશો, તો તમારી આંખો પહોળી થઈ જશે. 3 મહિના પહેલા, એટલે કે 26 માર્ચ 2020 ના રોજ, 24 કેરેટનું 10 ગ્રામ સોનું 42,170 રૂપિયામાં વેચાઇ રહ્યું હતું. તે દર 26 જૂન 2020 ના રોજ 48,250 રૂપિયા થઈ ગયો. એટલે કે 14.41 ટકાનો વધારો થયો હતો. જો તમારી પાસે ઘણા દિવસો સુધી એસબીઆઇમાં એફડી હોત, તો તમને 3% કરતા ઓછું વળતર મળ્યું હોત.

કેવી રીતે ખરીદશો સોનું

જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો આભૂષણ ખરીદવાથી બચવું જોઈએ. કારણકે, સોનાની શુદ્ધતા, મેકિંગ ચાર્જીસ અને સુરક્ષા સંબંધી ચિંતાઓ તેની સાથે જોડાયેલી હોય છે. તેનાંથી બચવા માટે ડિજીટલ ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ વિશે વિચારવું જોઈએ. તમારી પાસે ઓપ્શન્સ છે. જેવાકે, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને સોવરેન ગોલ્ડ બોન્ડ્સ (SGB). વાસ્તવમાં SGB સુનિશ્ચિત કરવાનું યોગ્ય માધ્યમ છેકે, સોનાની કિંમતમાં થતો વધારા સિવાય અલગથી એક સુનિશ્ચિત ઈન્ટરેસ્ટ ઈનકમ પણ મળશે જે વર્ષમાં બે વાર કંમ્પાઉન્ડ રેટથી વધે છે.

જમા સમય

જેમ કે, વ્યાજના દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ રોકાણકારો કે જેઓ બજારના જોખમોથી બચવા માંગે છે, તેમના માટે બેંકની એફડી અને રિકરિંગ ડિપોઝિટ અથવા આરડી પણ વધુ સારો વિકલ્પ છે. આ ખાતામાં સેવિંગ બેંક ખાતા કરતાં વધુ વ્યાજ મળે છે. ઉપરાંત, રોકાણના અન્ય વિકલ્પો કરતા સુરક્ષા વધુ છે. આ સમયે દરેક બેંકના વ્યાજ દરમાં થોડો તફાવત છે. તમે રોકાણ કરતા પહેલા, જુઓ કે તમને ક્યાં વધુ વ્યાજ મળી રહ્યું છે.

નાની બચત યોજનાઓ

કેન્દ્ર સરકારની નાની બચત યોજનાઓ, જેને સામાન્ય ભાષામાં પોસ્ટ ઓફિસ ડિપોઝિટ સ્કીમ્સ પણ કહેવામાં આવે છે, તે સુરક્ષિત રોકાણની એક સારી રીત છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સ જેવીકે, પબ્લિક પ્રોવિડેંટ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, સિનિયર સિટિઝન્સ સેવિંગ સ્કીમ, પોસ્ટ ઓફિસ FD,સુકન્યા સમૃદ્ધિ યોજના, વગેરે જેવી નાની બચત યોજનાઓ ઉપર આકર્ષક વ્યાજ દર મળે છે. જો તમે વરિષ્ઠ નાગરિક છો, તો તમે વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરાયેલ જમા યોજનાઓમાં પણ રોકાણ કરી શકો છો.

READA ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!