સૌકોઇ ઇચ્છે છે કે તે નાની-નાની બચત કરીને આવનારા ભવિષ્ય માટે કેટલાંક રૂપિયા જમા કરે. સાથે જ કેટલાંક લોકો ઇચ્છે છે કે તે પોતાની નોકરીથી અલગ કેટલાંક રૂપિયાનું રોકાણ કરતાં રહે જેથી એક સમય બાદ તેમને સારુ રિટર્ન મળી શકે. જે લોકો બચત કરે છે, તેમને થોડા દિવસો બાદ એક નિશ્વિત દરના આધારે રૂપિયા મળી જાય છે, પરંતુ રોકાણ કરનારા લોકોને રિસ્ક રહે છે, પરંતુ તે સેવિંગ કરતાં અનેકગણુ રિટર્ન હાંસેલ કરી લે છે. જો તમે પણ રોકાણ કરવા માંગતા હોય અને તમારી પાસે દર મહિને વધુ પૈસા રોકાણ માટે નથી તો તમે રોકાણ કરી શકો છો.
તે લોકો માટે નિષ્ણાતોનો અભિપ્રાય જણાવી રહ્યાં છીએ, જે ઓછા રૂપિયા સાથે રોકાણ કરવા માગે છે અને વધુ રિટર્ન મેળવવા માગે છે. ઉદાહરણ તરીકે જો તમે 1000 રૂપિયાનું રોકાણ કરી શકતા હોય તો થોડા વર્ષો બાદ આ રૂપિયા લાખો રૂપિયામાં તબદીલ કરી શકો છો. તેવામાં અમે તમને રોકાણની રીત જણાવી રહ્યાં છીએ, જેથી તમે 1000 રૂપિયા દર મહિને રોકાણ કરીને આવનારા 20 વર્ષોમાં 20 લાખ રૂપિયામાં તબદીલ કરી શકો છો.

ક્યાં કરવાનું છે રોકાણ?
જો તમે વધુ રિટર્ન ઇચ્છતાં હોય તો તમારા માટે SIP સારો ઓપ્શન છે. તમે SIPના માધ્યમથી કેટલાંક વર્ષોમાં સારુ રિટર્ન મેળવી શકો છો. તેના માટે તમે ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ દર મહિને કરી શકો છો. આ અંગે નિષ્ણાતો જણાવે છે કે જો તમે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો તો તમે 20 વર્ષમાં 20 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
જણાવી દઇએ કે જાન્યુઆરી મહિનામાં 16.44 નવા SIP એકાઉન્ટ રજીસ્ટર થયા છે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ ઇન્ડિયા અનુસાર આટલી મોટી સંખ્યામાં SIP રજીસ્ટ્રેશન 2018માં જોવા મળ્યુ હતું જ્યારે 12.9 લાખ SIP ખાતા રજીસ્ટર થયા હતા. નવા ઇન્વેસ્ટર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં હવે રસ દાખવી રહ્યાં છે. તેની પાછળ મોટુ કારણ એ છે કે બેંકોના ઘટતા વ્યાજ દરોએ ફિક્સ્ડ ડિપોઝિટના રિટર્ન પર દબાણ બનાવી લીધુ છે. બીજી બાજુ માર્કેટ રિટર્ન આપવામાં એફડીને પાછળ છોડી રહ્યું હતું.

કેટલા દિવસમાં કેટલુ રિટર્ન?
નિષ્ણાતો અનુસાર જો કોઇ સતત 20 વર્ષ સુધી ફક્ત 1000 રૂપિયા દર મહિને SIP દ્વારા ઇન્વેસ્ટ કરે તો 20 વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીનું કોર્પર્સ જમા કરી શકે છે. સાથએ જ જો આ રોકાણ આગામી 30 વર્ષ સુધી કરે તો તમને તમને 30 વર્ષ બાદ 50 લાખ રૂપિયા સુધી મળી શકે છે.
આરડી કરતાં શા કારણે લાભકારક?

સાથે જ રિકરિંગ ડિપોઝિટમાં આ પ્રકારનું રોકાણ ફક્ત 5થી 5.50 લાખ રૂપિયા સુધી જ જમા થઇ શકશે. એટલે કે જો તમે સિંપલ આરડીમાં આટલા પૈસાનું રોકાણ કરો તો તમને આવનારા 20 વર્ષમાં ફક્ત 5.50 લાખ રૂપિયા મળશે, જ્યારે એસઆઇપીમાં આ રકમ અનેકગણી વધુ છે.
કઇ વાતોનું રાખશો ધ્યાન
જો તમે શરૂઆતમાં રોકાણ કરી રહ્યાં છો તો તમારે ટાઇમિંગ નક્કી ન કરવો જોઇએ અને ડિસિપ્લિન રાખતાં રોકાણ કરવુ જોઇએ. એટલે કે સમયે રોકાણ કરતા રહેવુ પડશે અથવા તેને વધારતા રહેવુ પડશે. સાથે જ જો તમે એક કરતાં વધુ SIP લઇ રહ્યાં છો તો પ્રયાસ કરો કે એક કંપનીની જ SIP ના લો. જો ત્રણ SIP ખરીદી રહ્યાં છો તો પ્રયાસ કરો કે ત્રણેય અલગ અલગ કંપનીની SIP લો. સ્ટોક ના કરો અને માર્કેટની ચિંતા ન કરતાં રોકાણ ચાલુ રાખો.
Read Also
- કામના સમાચાર/ સોમવારથી આ લોકોને આપવામાં આવશે કોરોના રસી : કઈ રીતે ચેક કરવું કે તમારું નામ છે કે નહીં, અહીંથી જાણી લેજો
- જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન
- મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું