GSTV

ફક્ત 100 રૂપિયાનું રોકણ કરીને બનો લાખોના માલિક! આ સ્કીમમાં કરો ઈનવેસ્ટ, થશે ડબ્બલથી પણ વધારે નફો

જલ જીવન મિશન

Last Updated on September 14, 2020 by Mansi Patel

જો તમે રોકાણની યોજના બનાવો છો તો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનામાં નાણા રોકવાનો એક બહેતર વિકલ્પ  પુરવાર થઈ શકે છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ્સ સ્કીમ મારફતે તમને બેંકની ફિક્સ ડિપોઝિટ કરતાં વધારે વળતર મળી શકે છે. પોસ્ટ ઓફિસની સ્કીમ એટલા માટે બહેતર વિકલ્પ બની શકે છે કેમ કે તેમાં રોકાયેલા નાણા સંપૂર્ણપણે સલામત છે. તેમાં 100 ટકાની ગેરન્ટી હોય છે. પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સ્કીમમાં બેંકની એફડી કરતાં વધારે વ્યાજ મળે છે.

વ્યાજદર

પોસ્ટ ઓફિસની એનએસસી યોજનામાં વર્ષે 6.8 ટકા વ્યાજ મળે છે અને આ વ્યાજ ચક્રવૃદ્દિ હોય છે પરંતુ તેની ચૂકવણી પાકતી મુદતે જ થાય છે. આ સ્કીમનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે. જોકે પાકતી મુદતે તેને પાંચ વર્ષ માટે લંબાવી શકાય છે.

રોકણ

રોકાણના 5 વિકલ્પો

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 100, 500, 1000, 5000 અને 10000 રૂપિયાના મૂલ્યમાં મળી શકે છે. તેમાં ન્યૂમતન રોકાણ 100 રૂપિયાનું છે જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા હોતી નથી.

15 લાખના બનશે 21 લાખ

રોકણ

જો તમે આ સ્કીમમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 6.8 ટકા વ્યાજદરથી આ 5 વર્ષમાં 20.85 લાખ રૂપિયા થઈ જશે. તેમાં તમારૂ રોકાણ 15 લાખ રૂપિયા થઈ જશે પરંતુ વ્યાજના રૂપમાં લગભગ 6 લાખ રૂપિયાનો ફાયદો થશે. ઈનકમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 80C હેઠળ NSC હેઠળ 1.5 લાખ રૂપિયા વાર્ષિક સુધીના રોકાણ પર ટેક્સ કપાત લાભ મળે છે.

Read Also

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!