ઝૂકરબર્ગને ફેસબુકના ચેરમેન પદ પરથી હટાવવા ઈચ્છે છે રોકાણકાર, આ છે કારણ

ફેસબુક દ્વારા પોતાની ટીકાને દબાવવા માટે પબ્લિક રિલેશન (પીઆર) ફર્મ નિયુક્ત કરવાના સમાચાર આવ્યા બાદ રોકાણકારોએ માર્ક ઝૂકરબર્ગને ચેરમેન પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે હાલમાં જ એક રિપોર્ટ પ્રકાશિત કરીને ખુલાસો કર્યો છે કે ફેસબુક, કેટલીક વખત પોતાની ટીકાને દબાવવા અને લોકોના મનમાં કંપની વિરુદ્ધ ભરેલા ગુસ્સાને પોતાની વિરોધી કંપનીઓ તરફ લઈ જવાનું કામ કરે છે. ફેસબુકે પોતાના આલોચક એક્ટિવિસ્ટને યહૂદી વિરોધી સાબિત કરવા અને અબજપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસને જોડવાના પણ પ્રયત્ન કર્યા છે.

તો ટેલીગ્રાફે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 2016ની અમેરિકન ચૂંટણીમાં રશિયન દખલ અને કેમ્બ્રિજ એનાલિટિકાના મામલામાં પોતાની ટીકાઓને દબાવવા માટે તેણે રિપબ્લિકન પીઆર કંપની ડિફાઇનર્સ પબ્લિક અફેર્સની સહાયતા માંગી છે. આ સમાચાર પર ફેસબુકમાં 85 લાખ પાઉન્ડની હિસ્સેદારી રાખનારા ટ્રિલિયમ એસેટ મેનેજમેન્ટના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ જોનાસ કરૉને ગત રાત્રે ઝુકરબર્ગ પાસે ફેસબુકના ચેરમેન પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી છે.

અખબારે તેમને ટાંકીને લખ્યું છે, ‘ફેસબુક અજીબ પ્રકારનો વ્યવહાર કરી રહી છે. આ યોગ્ય નથી, આ એક કંપની છે અને કંપનીઓના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારીના પદોને અલગ રાખવાની જરૂર હોય છે.’ આરોપ છે કે ડિફાઇનરે ફેસબુકની ટીકા કરનારા લોકોને યહૂદી વિરોધી તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ તેણે ફેસબુકના પ્રતિસ્પર્ધીઓની ટીકા માટે કેટલાંક આર્ટિકલ પણ લખ્યાં છે.

અહેવાલ મુજબ, ફેસબુકની આલોચના કરનારા ગ્રુપ્સ પત્રકારોની મદદથી અબજપતિ જ્યોર્જ સોરોસ સાથે જોડવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. મનાઈ રહ્યું છે કે ઝૂકરબર્ગ પર થઈ રહેલા આ પ્રકારના હુમલા ફેસબુકની પૉલિસી અને કોમ્યૂનિકેશન માટે ગ્લોબલ હેડ સર નિક ક્લેગ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ક્લેગને ફેસબુક દ્વારા લોબિંગ ફર્મ્સના ઉપયોગની પ્રક્રિયાને રિવ્યૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

મહત્વનું છે કે ગુરૂવારે ઝૂકરબર્ગે એક પત્રકાર સાથેની વાતચીતમાં કંપની દ્વારા પીઆર ફર્મની નિમણુંક અંગે માહિતી હોવાનો ઈનકાર કર્યો છે. ઝૂકરબર્ગે કહ્યું, ‘મને જેવી આ અંગે માહિતી મળી, મે મારી ટીમ સાથે વાતચીત કરી અને હવે અમે તેની સાથે કામ કરી રહ્યાં નથી.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter